શોધખોળ કરો

IPL 2025: લખનઉના કેપ્ટન ઋષભ પંત બેટિંગમાં ફ્લોપ, હવે BCCIએ ફટકારી મોટી સજા

IPL 2025: લખનઉ સુપર જાયન્ટ્સને 161 રનમાં ઓલઆઉટ કરીને IPLમાં સતત પાંચમી જીત નોંધાવી હતી

IPL 2025: લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના કેપ્ટન ઋષભ પંતને રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની 54 રનની હાર દરમિયાન ધીમા ઓવર રેટ માટે 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઈન્ડિયન પ્રિમિયર લીગએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, 'આઇપીએલ આચાર સંહિતાના કલમ 2.22 હેઠળ ન્યૂનતમ ઓવર રેટના ઉલ્લંઘન સાથે સંબંધિત આ સીઝનમાં તેની ટીમનો બીજો ઉલ્લંઘન હોવાથી પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.' તેમાં કહેવામાં આવ્યું છે કે, 'ઇમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ ઇલેવનના બાકીના સભ્યોને 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા (જે ઓછું હોય તે) દંડ કરવામાં આવશે.'

મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સે સાત વિકેટે 215 રન બનાવ્યા અને પછી લખનઉ સુપર જાયન્ટ્સને 161 રનમાં ઓલઆઉટ કરીને IPLમાં સતત પાંચમી જીત નોંધાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલમાં ધીમી શરૂઆત કરી હતી તે ગુજરાત ટાઇટન્સ (આઠ મેચમાંથી 12 પોઈન્ટ) થી નીચે છે, જેના 10 મેચમાંથી 12 પોઈન્ટ છે. લખનઉ સુપરજાયટન્સ 10 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.

મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 215 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ 161 રન જ બનાવી શકી હતી. લખનઉની 10 મેચમાં આ પાંચમી હાર છે. લખનઉની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. મુંબઈ દ્વારા આપવામાં આવેલા 216 રનના ટાર્ગેટના જવાબમાં લખનઉની શરૂઆત સારી રહી ન હતી. એડન માર્કરામ માત્ર 09 રન બનાવી શક્યો હતો. આ પછી મિશેલ માર્શ અને નિકોલસ પૂરને ઝડપથી રન બનાવ્યા હતા. લખનઉએ પાવરપ્લેમાં એક વિકેટના નુકસાને 60 રન બનાવ્યા હતા પરંતુ તે પછી ટીમે પોતાની લય ગુમાવી દીધી હતી અને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી.

મિશેલ માર્શ 24 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. નિકોલસ પૂરન 15 બોલમાં 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ફરી એકવાર કેપ્ટન ઋષભ પંત બેટિંગમાં ફ્લોપ રહ્યો હતો. તે માત્ર 04 રન બનાવી શક્યો હતો. આયુષ બદોનીએ 22 બોલમાં 35 રન બનાવ્યા હતા. ડેવિડ મિલર 16 બોલમાં માત્ર 24 રન જ બનાવી શક્યો હતો. અબ્દુલ સમદ પણ સસ્તામાં આઉટ થયો હતો. તે બે રન બનાવીને આઉટ થયો હતો. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. વિલ જેક્સે બે વિકેટ ઝડપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
Year Ender 2025:  રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
Year Ender 2025: રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Embed widget