શોધખોળ કરો
DC VS RCB: વિરાટ કોહલીએ છીનવી સૂર્યકુમાર પાસેથી ઓરેન્જ કેપ, બદલાઇ ગઇ દાવેદારોની યાદી
બપોરે મુંબઈ અને લખનઉ વચ્ચે રમાયેલી મેચમાં સૂર્યકુમાર યાદવે ઓરેન્જ કેપ હાંસલ કરી હતી. દરમિયાન, વિરાટ કોહલીએ સાંજે દિલ્હી સામે રમાયેલી મેચમાં શાનદાર ઇનિંગ રમીને તેની પાસેથી ઓરેન્જ કેપ છીનવી લીધી હતી.
વિરાટ કોહલી
1/7

બપોરે મુંબઈ અને લખનઉ વચ્ચે રમાયેલી મેચમાં સૂર્યકુમાર યાદવે ઓરેન્જ કેપ હાંસલ કરી હતી. દરમિયાન, વિરાટ કોહલીએ સાંજે દિલ્હી સામે રમાયેલી મેચમાં શાનદાર ઇનિંગ રમીને તેની પાસેથી ઓરેન્જ કેપ છીનવી લીધી હતી.
2/7

રવિવારે બપોરે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે 54 રનની શાનદાર ઇનિંગ રમીને ઓરેન્જ કેપ જીતી હતી. સાંજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ 51 રનની શાનદાર ઇનિંગ રમીને તેમની પાસેથી કેપ છીનવી લીધી હતી.
3/7

રવિવારની મેચો પહેલા સાઈ સુદર્શન પાસે ઓરેન્જ કેપ હતી. સુદર્શન 8 મેચમાં 417 રન સાથે પ્રથમ સ્થાને હતો. કોહલી 392 રન સાથે બીજા સ્થાને હતો. નિકોલસ પૂરન 9 મેચમાં 377 રન સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને હતો.
4/7

લખનઉ મેચ પહેલા સૂર્યકુમાર આ યાદીમાં ચોથા સ્થાને હતો. તેણે 9 મેચમાં કુલ 373 રન બનાવ્યા હતા. આ પછી તેણે લખનઉ સામે 28 બોલમાં 54 રનની તોફાની ઇનિંગ રમી. જેના કારણે તેણે ઓરેન્જ કેપ હાંસલ કરી હતી. તેના નામે હવે 10 મેચમાં 427 રન છે.
5/7

કોહલીએ દિલ્હી સામે 46 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. જે પછી તેણે સૂર્યકુમારને પાછળ છોડી દીધો અને ઓરેન્જ કેપની રેસમાં પ્રથમ સ્થાને આવ્યો હતો. કોહલીએ 10 મેચમાં 443 રન બનાવ્યા છે.
6/7

આરસીબીએ શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કોહલીએ કૃણાલ પંડ્યા સાથે ચોથી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી હતી. જેના કારણે ટીમ માટે મેચ જીતવી ખૂબ જ સરળ બની ગઈ. આ જીત સાથે RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે.
7/7

કોહલી પછી સૂર્યકુમાર હવે ઓરેન્જ કેપની રેસમાં બીજા ક્રમે છે. આ પછી આવે છે સાઈ સુદર્શન. જ્યારે પૂરન 403 રન સાથે ચોથા સ્થાને સરકી ગયો છે. જ્યારે મિશેલ માર્શ મુંબઈ સામે 34 રનની ઇનિંગ રમીને યાદીમાં 5મા સ્થાને આવ્યો. આ મેચ પહેલા જોસ બટલર 356 રન સાથે પાંચમા સ્થાને હતા.
Published at : 28 Apr 2025 09:04 AM (IST)
આગળ જુઓ
Advertisement





















