IPL 2022: આ બૉલરોએ IPLમાં સૌથી વધુ વાર ઝડપી છે 4 વિકેટો, ટૉપ પર છે વિદેશી બૉલર, જાણો
IPLમાં સુનીલ નારેન આ મામલામાં ટૉપ પર છે. તે 7 વાર 4 વિકેટ લઇ ચૂક્યો છે. આ મામલામાં ટૉપ-5 માં કયા કયા બૉલરો સામેલ છે, જાણો અહીં........
IPL : શરૂઆતમાં ટી20 ક્રિકેટને બેટ્સમેનોની રમત કહેવામાં આવતી હતી, ક્રિકેટના જાણકાર પણ આવુ જ માનતા હતા કે આ ફોર્મેટમાં બૉલરો માટે કંઇ જ નથી બચતુ. જોકે, ધીમે ધીમે સમય વીતતો ગયો તેમ તે બૉલરોએ નવી નવી ટેકનિક શોધીને આ ફોર્મેટને બેટિંગ અને બૉલિંગ બન્ને માટે બરાબર કરી દીધુ. આ જ કારણ છે કે બેટ્સમેનોને વધારે મદદ કરનારી ભારતીય પીચો પર પણ બૉલરો એક ટી20 મેચોમાં 4-4 વિકેટો ઝડપી લે છે. IPLમાં સુનીલ નારેન આ મામલામાં ટૉપ પર છે. તે 7 વાર 4 વિકેટ લઇ ચૂક્યો છે. આ મામલામાં ટૉપ-5 માં કયા કયા બૉલરો સામેલ છે, જાણો અહીં........
1. સુનીલ નારેન-
IPLમાં વેસ્ટ ઇન્ડિઝ સ્પીનર સુનીલ નારેન 7 વાર 4 વિકેટ લઇ ચૂક્યો છે. તેને અત્યાર સુધી IPL ની 134 મેચોમાં 143 વિકેટો ઝડપી છે.
2. લસિથ મલિંગા -
શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બૉલર લસિથ મલિંગ IPL માં 6 વાર 4 વિકેટ ઝડપી ચૂક્યો છે. તે IPL માં સૌથી વધુ વિકેટ લેનારો બૉલર પણ છે. મલિંગાના નામે 170 વિકેટો નોંધાયેલી છે.
3. અમિત મિશ્રા -
પૂર્વ ભારતીય સ્પીનર અમિત મિશ્રાએ 4 વાર IPL માં 4 વિકેટો ઝડપી છે. IPL માં તે સૌથી વધુ વિકેટો લેનારો ભારતીય બૉલર છે. મિશ્રાના નામે 166 વિકેટો છે.
4. ક્રિસ મૉરિસ -
પૂર્વ દક્ષિણ આફ્રિકન બૉલર પણ IPL માં 4 વાર 4 વિકેટ લઇ ચૂક્યો છે. મૉરિસના નામે IPL માં 95 વિકેટો નોંધાયેલી છે.
5. કગિસો રબાડા -
દક્ષિણ આફ્રિકાનો આ બૉલર IPLની માત્ર 50 મેચોમાં જ 4 વાર 4 વિકેટ લઇ ચૂક્યો છે. રબાડાના નામે કુલ 76 વિકેટો છે.
આ પણ વાંચો.......
ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ
કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા
હનિમૂન પર જતાં પહેલા ક્યારે ન કરશો આ ભૂલ, નહિ તો પાછળથી જીવનભર પસ્તાવવું પડશે