Surat : 'મેં મા બનનેવાલી થી તબ મુજે પીટા, યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી', હોટેલ રિસેપ્શનિસ્ટે કરી લીધો આપઘાત
વેસુની કાસા બ્લેન્કા હોટલના માલિકે દગો આપતાં રિસેપ્શનિસ્ટે રૂમમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ આપઘાત કરતાં પહેલા સૂસાઇડ નોટ લખી છે, જેમાં અનેક ધડાકા કર્યા છે.
![Surat : 'મેં મા બનનેવાલી થી તબ મુજે પીટા, યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી', હોટેલ રિસેપ્શનિસ્ટે કરી લીધો આપઘાત Surat : A girl suicide at hotel room after hotel owner tourcher , police found suicide note Surat : 'મેં મા બનનેવાલી થી તબ મુજે પીટા, યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી', હોટેલ રિસેપ્શનિસ્ટે કરી લીધો આપઘાત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/25101251/7-1-sex-marital-affair.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરત : વેસુની કાસા બ્લેન્કા હોટલના માલિકે દગો આપતાં રિસેપ્શનિસ્ટે રૂમમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ આપઘાત કરતાં પહેલા સૂસાઇડ નોટ લખી છે, જેમાં અનેક ધડાકા કર્યા છે. પોલીસે સૂસાઇડ નોટના આધારે હોટલ માલિક સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. સુરતની ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, વેસુમાં ગ્રીન સિગનેચર પ્રાઈમ શોપર્સની કાસા બ્લેન્કા હોટલની રિસેપ્શનિસ્ટે હોટલના રૂમમાં ફાંસો ખાધો હતો. યુવતીએ હોટલના માલિક સંજય કુંભાણીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. મૂળ નેપાળની અને એક મહિનાથી કાસા બ્લેન્કામાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 30 વર્ષીય યુવતીએ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો હતો. ફોરેન્સિક પીએમમાં ફાંસો ખાવાથી મોત થયાનું ખૂલ્યું છે. જોકે ગર્ભ વિષયક તપાસ માટે સેમ્પલ લેબમાં મોકલાયા છે.
યુવતીએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘આખિર ક્યું આપને મેરે સાથ એસા કિયા. મેને આપસે પ્યાર કે અલાવા કુછ નહીં માંગા. આપને મેરી માં કો ભી ગાલી દિયા. 6 મહિને પહલે મે માં બનને વાલી થી, તબ બચ્ચે કે નામ કો દુસરે સે જોડ દિયા. મજબૂર હોકર મુજે બચ્ચા ગીરાના પડા. મેં માં બનનેવાલી થી તબ મુજે પીટા. યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી. મેં જો ભી કરને જા રહી હું સંજય સિર્ફ આપકી વજહ સે. આપ ભલે અમીર હોંગે, પુલિસ માફ કર દેગી પર મેં નહી.
કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા
મહેસાણાઃ જોટાણા તાલુકાની વિધાર્થિનીને ભગાડી તેનાં પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા મળી છે. મહેસાણા સ્પેશ્યિલ પોસ્કો કોર્ટે આરોપોને આજીવન કેદની સજા ફટકારી છે. ત્રણ વર્ષ પહેલાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી એક વિધાર્થી પર દુષ્કર્મ થયું હતું. વિષ્ણુજી ઠાકોર નામના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
ત્રણ વર્ષ અગાઉ જોટાણાની સ્કૂલમાં ધોરણ 10માં ભણતી 15 વર્ષની વિદ્યાર્થિનીને યુવક લલચાવી ફોસલાવી ભગાડી જઇ જુદા જુદા સ્થળે લઇ જઇ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યો હતો. આ બહુચર્ચિત કેસમાં મહેસાણાની સ્પે.પોક્સો કોર્ટે જોટાણા તાલુકાના કાનપુરા ગામના આરોપીને આજીવન કેદની સજા અને રૂ.10 હજાર દંડ ફટકાર્યો હતો. આ સાથે પીડિતાને રૂ.1.50 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
26 ડિસેમ્બર 2018ના રોજ સ્કૂલમાંથી સગીરાને લગ્નની લાલચ આપી વિષ્ણુજી લક્ષ્મણજી ઠાકોર ભગાડી ગયો હતો અને અમદાવાદના કુબેરનગર, ભાવનગર, ડાકોર તથા ઝારોલા વગેરે ગામે લઇ ગયો હતો. જ્યાં તેની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવકની ચુંગાલમાંથી છૂટ્યા બાદ આ મામલે સાંથલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો.
આ કેસ જજ એ.એલ. વ્યાસની સ્પે.પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ રેખાબેન જોશીએ કુલ 15 સાહેદો તપાસ્યા હતા. કોર્ટે ભોગ બનનારની જુબાની, મેડિકલ ઓફિસર સહિત અન્ય સાહેદોની જુબાની ગ્રાહ્ય રાખી આરોપી વિષ્ણુજી ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી હતી. સરકારી વકીલે સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ સજા કરવા રજૂઆત કરી હતી. ચુકાદાના પગલે કોર્ટ રૂમમાં સોંપો પડી ગયો હતો.આરોપી પરિણીત અને જવાબદાર વ્યક્તિ હોવા છતાં સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યું છે. જે સભ્ય સમાજને લાંછનરૂપ હોઇ સમાજમાં દિન પ્રતિદિન બળાત્કારના કિસ્સા વધે જતા હોઇ સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ સજા કરવા રજૂઆત કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)