IPL 2025માં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને લઇને આવ્યું અપડેટ, જાણો કોણ ભારત પરત ફરશે અને કોણ નહીં?
ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ એવા છે જેમનો સમાવેશ તે ફ્રેન્ચાઇઝીઓમાં થાય છે જેમની ટીમો પ્લેઓફ રેસમાં મજબૂત છે

Will Australian players return to India for IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન સ્થગિત કરવામાં આવી હતી પરંતુ તેને ખૂબ જ ટૂંક સમયમાં ફરી શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. તે 15 કે 16 મેથી શરૂ થઈ શકે છે, આ દરમિયાન કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ વિશે સમાચાર આવ્યા કે તેઓ હવે ભારત પાછા નહીં ફરે. જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્ક અંગે એક મોટા અપડેટ આવ્યા છે. કયા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ફરીથી આઇપીએલમાં રમવા જોવા મળશે અને કોણ પરત નહી ફરે.
જોશ હેઝલવુડની ઈજા અંગે અપડેટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ આ સીઝનમાં તેના પ્રથમ ટાઇટલ માટે શાનદાર પ્રદર્શન કરી રહી છે, ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવુડે આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે પરંતુ હવે તેના માટે ભારત પાછા ફરવું મુશ્કેલ છે. તેના ખભામાં દુખાવો છે, જેના કારણે તે તેની છેલ્લી મેચ પણ રમી શક્યો નથી. આઈપીએલ શરૂ થાય તે પહેલાં જ તે ઈજાથી પીડાઈ રહ્યો હતો.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી પછી તે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ બહાર થઈ ગયો હતો. જોકે, એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમશે તે નિશ્ચિત છે, તેથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેના વિશે ચિંતિત નથી. જો IPL હમણાં શરૂ થાય છે તો હેઝલવુડ બહાર થઈ શકે છે, જે બેંગલુરુ માટે મોટો ફટકો હશે.
શું મિશેલ સ્ટાર્ક IPL 2025 માટે ભારત નહીં આવે?
જ્યારે મિશેલ સ્ટાર્ક આઇપીએલ સ્થગિત કર્યા પછી પોતાના દેશ પરત ફર્યો, ત્યારે તેણે કોઈ મીડિયા સાથે વાત કરી નહીં, તેની પત્ની પણ તેની સાથે હાજર હતી. નાઈન ન્યૂઝે પોતાના સમાચારમાં સ્ટાર્કના મેનેજરને ટાંકીને જણાવ્યું છે કે તે ભારત પરત ફરશે નહી જેનો અર્થ એ થયો કે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી દિલ્હી કેપિટલ્સ પણ ફટકો પડ્યો છે.
કયા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ભારત પાછા નહીં ફરે?
ઓસ્ટ્રેલિયાના ઘણા એવા ખેલાડીઓ છે, જેમના માટે હવે ભારત પાછા ફરવું મુશ્કેલ છે. જોકે આ ઈજાને કારણે નથી. પેટ કમિન્સ સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન છે, જે પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં તેના પાછા ફરવાનો કોઈ અર્થ નથી. ટ્રેવિસ હેડ પણ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝનો ભાગ છે. નાથન એલિસ ચેન્નઈ સુપર કિંગ્સમાં સામેલ છે, તેમની ટીમ પ્લેઓફ રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ હતી.
IPL 2025માં રમી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ
ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ એવા છે જેમનો સમાવેશ તે ફ્રેન્ચાઇઝીઓમાં થાય છે જેમની ટીમો પ્લેઓફ રેસમાં મજબૂત છે. અત્યાર સુધી એવી કોઈ ટીમ નથી જેણે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હોય.
પ્લેઓફ માટે હજુ પણ જે ખેલાડીઓની દાવેદારી છે તેમાં મિશેલ સ્ટાર્ક, જેક ફ્રેઝર-મેકગર્ક (ડીસી), સ્પેન્સર જોહ્ન્સન (કેકેઆર), મિશેલ માર્શ (એલએસજી), જોશ હેઝલવુડ, ટિમ ડેવિડ (આરસીબી), માર્કસ સ્ટોઈનિસ, મિચ ઓવેન, જોશ ઇંગ્લિસ, એરોન હાર્ડી, ઝેવિયર બાર્ટલેટ (પીબીકેએસ)નો સમાવેશ થાય છે.




















