હવે રમાશે મહિલા IPL, કેટલી ટીમો વચ્ચે ક્યારથી શરૂ થશે Women IPL, જાણો વિગતે
મહિલા આઇપીએલ ટીમો માટે વર્તમાન ફ્રેન્ચાઈઝીને પ્રથમ પસંદગી આપવામાં આવશે. જોકે, આ વર્ષે મેચો માત્ર મહિલા ટી20 ચેલેન્જ સામે જ યોજાશે
Women IPL: મહિલા આઇપીએલને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (BCCI) આગામી વર્ષથી છ ટીમોની મહિલા આઇપીએલનુ આયોજન કરવાની તૈયારીમાં છે. શુક્રવારે મુંબઇમાં આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં 2023 થી 6 ટીમોની મહિલા આઇપીએલનુ આયોજન કરાવવાનો પ્રયાસ કરવાનો ફેંસલો કર્યો છે.
મહિલા આઇપીએલ ટીમો માટે વર્તમાન ફ્રેન્ચાઈઝીને પ્રથમ પસંદગી આપવામાં આવશે. જોકે, આ વર્ષે મેચો માત્ર મહિલા ટી20 ચેલેન્જ સામે જ યોજાશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ કહ્યું, એજીએમમાં મહિલા આઈપીએલને મંજૂરી આપી દીધી છે. અમે તેને આવતા વર્ષ સુધીમાં લોન્ચ કરવાની રાહ જોઈ રહ્યા છીએ. આઈપીએલ (IPL) ના ચેરમેન બ્રિજેશ પટેલે જણાવ્યું કે મહિલા ટીમની મેચ આઈપીએલ 2022 ની પ્લેઓફ મેચના સમયે યોજાશે. આ મેચો પુણેમાં રમાશે. ગયા વર્ષે કોરોનાને કારણે આ મેચો યોજાઈ ન હતી. છેલ્લી વખત આ ટૂર્નામેન્ટ UAE માં IPL 2020 દરમિયાન રમાઈ હતી.
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે આ વર્ષથી કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) ની સાથે ત્રણ ટીમની લીગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાને પણ આવી યોજના જાહેર કરી છે. આવી સ્થિતિમાં બોર્ડ પર વધુ દબાણ સર્જાયું છે.
આ પણ વાંચો.........
આજથી IPL 2022ની શરૂઆત, જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?
ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી, જાણો કોણે કર્યો આ દાવો
શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે
પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો
Gym Tips: જિમ નિયમિત જાવ છો છતાં રિઝલ્ટ નથી મળતું, આ ટિપ્સને ફોલો કરો