WPL 2023: હરમનપ્રીતનો કમાલ, WPLના પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની મુંબઇ ઇન્ડિયન્સ, જાણો
ખરેખરમાં, મુંબઇ ઇન્ડિયન્સની ટીમે પ્લેઓફ માટે ક્વૉલિફાય કરી લીધુ છે. વળી, ગુજરાત જાયન્ટ્સ માટે પ્લેઓફનો રસ્તો એકદમ મુશ્કેલ થઇ ગયો છે
MI-W vs GG-W, Match Highlights: ગઇકાલે વૂમન્સ પ્રીમિયર લીગમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સની ટીમો આમને સામને ટકરાઇ હતી. આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 55 રનોથી મોટી અંતરે હરાવી દીધુ છે. આ જીત બાદ હરમન પ્રીત કોરની કેપ્ટનશીપ વાળી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ પહેલી એવી ટીમ બની ગઇ છે, જેને વૂમન્સ પ્રીમિયર લીગના પ્લેઓફમાં પહેલા નંબર પર જગ્યા બનાવી છે, હરમનની મુંબઇ પહેલી ટીમ છે જે પ્લેઓફમાં પહોંચી ગઇ છે. ખરેખરમાં, આ ટૂર્નામેન્ટમાં મુંબઇ ઇન્ડિયન્સની 5 મેચોમાં સતત પાંચમી જીત છે. આ રીતે વૂમન્સ પ્રીમિયર લીગના પૉઇન્ટ ટેબલમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ 10 પૉઇન્ટ સાથે ટૉપ પર છે. આ ઉપરાંત હરમન પ્રીત કૌરની ટીમની નેટ રનરેટ પણ શાનદાર છે.
પ્લેઓફ માટે ક્વૉલિફાય કરનારી પહેલી ટીમ બની મુંબઇ ઇન્ડિયન્સ -
ખરેખરમાં, મુંબઇ ઇન્ડિયન્સની ટીમે પ્લેઓફ માટે ક્વૉલિફાય કરી લીધુ છે. વળી, ગુજરાત જાયન્ટ્સ માટે પ્લેઓફનો રસ્તો એકદમ મુશ્કેલ થઇ ગયો છે. ગુજરાત જાયન્ટ્સની અહીં પાંચ મેચોમાં ચોથી હાર છે. ખરેખરમાં, ગુજરાત જાયન્ટ્સને માત્ર એક જીત મળી છે. અત્યાર સુધી ગુજરાત જાયન્ટ્સની સામે જીત માટે 163 રનોનું લક્ષ્ય હતુ, પરંતુ મુંબઇ ઇન્ડિયન્સના બૉલરોની આગળ સ્નેહ રાણાની કેપ્ટનશીપ વાળી ગુજરાત જાયન્ટ્સની ટીમે 20 ઓવરોમાં 9 વિકેટ પર માત્ર 107 રન જ બનાવી શકી. આ રીતે મુંબઇ ઇન્ડિયન્સે 55 રને મેચ જીતી લીધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સ (MI): હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હેલી મેથ્યૂઝ, નેતાલી સીવર બ્રન્ટ, અમીલિયા કેર, હુમૈરા કાઝી, ધારા ગુજ્જર/પૂજા વસ્ત્રાકર, ઇસાબેલ વોંગ, અમનજોત કૌર, જીંતિમની કલિતા અને સાઇકા ઈશાક.
મુંબઈની શાનદાર જીત, ગુજરાતને 55 રને હરાવ્યું, હરમનપ્રીત કૌરની અડધી સદી
WPL, MUM vs GUJ Women’s Premier League 2023 : મહિલા પ્રીમિયર લીગની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ગુજરાત જાયન્ટ્સ સામે હતો. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈની ટીમ પોતાની પાંચેય મેચ જીતીને ટોપ પર છે. આ સાથે જ ગુજરાતની ટીમ ચોથા સ્થાને છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 107 રન જ બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 55 રનથી હરાવ્યું હતું.
મહિલા પ્રીમિયર લીગની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 55 રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 107 રન જ બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમની આ સતત પાંચમી જીત હતી.
ગુજરાતની ટીમ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 107 રન જ બનાવી શકી હતી. ગુજરાત જાયન્ટ્સ આ હાર સાથે પ્લેઑફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. ગુજરાત તરફથી હરલીન દેઓલે સૌથી વધુ 22 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન સ્નેહ રાણાએ 20 રન કર્યા હતા. મુંબઈ તરફથી સૌથી વધુ નેતાલી સીવર અને હેલી મેથ્યૂઝે 3-3 વિકેટ ઝડપી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ કેપ્ટન હરમનપ્રીત કૌરે 51 રન બનાવ્યા હતા. તો યાસ્તિકા ભાટિયાએ 44 રન કર્યા હતા. મુંબઈની ટીમ એક તબક્કે ફરી મોટો સ્કોર બનાવશે તેવું સાગતું હતું. પણ હરલીન દેઓલે એખ શાનદાર ડાયરેક્ટ થ્રો અને અદભુત કેચ કરતા, મુંબઈની ટીમ 162 રન સુધી સીમિત રહી શકી હતી. ગુજરાત તરફથી એશ્લે ગાર્ડનરે 3 વિકેટ ઝડપી હતી. સ્નેહ રાણા, કીમ ગાર્થ અને તનુજા કંવરે 1-1 વિકેટ લીધી હતી.
“It’s just a picture, why are you crying?🥺”
— Ⓤನೌನ್_𝑻𝒓𝒊𝒐_𝓜𝐄ⓂⒺ𝕤 (@unknown_trio) March 15, 2023
The picture:#RCB pic.twitter.com/WFJV6AEElY
Lakh Vs Crore in this WPL 2023.
— CricBiz (@CricBizT) March 14, 2023
Mumbai Indians is the top gainer.#MIvsGG #WPL2023 pic.twitter.co m/Ek7XhratkB
Contrasting fortunes 🔵🔴#MumbaiIndians #RCB #WPL2023 #CricketTwitter pic.twitter.com/bLk8tFaQEj
— Sportskeeda (@Sportskeeda) March 14, 2023
RCB & Delhi have 50 points each in fair play award WPL 2023. pic.twitter.com/Rnmk2DYW2v
— Johns. (@CricCrazyJohns) March 14, 2023