શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શું ચેપલે ઇરફાન પઠાણની કારકિર્દી બરબાદ કરી હતી? નિવૃત્તી બાદ ઇરફાને કર્યો મોટો ખુલાસો
પઠાણે કહ્યું હતું કે, મોટા ભાગના ખેલાડી ભારતીય ટીમની સાથે પોતાની કારકિર્દી 27-28માં શરૂ કરે છે, પરંતુ તેમણે આ ઉંમરમાં પોતાની અંતિમ મેચ રમી હતી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઇરફાન પઠામે શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કર્યા બાદ કારકિર્દીને લઈને મોટો ખુલાસો કર્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે રવિવારે કહ્યું કે, તેમના સ્વિંગ પર હંમેશા પહેલાની જેમ જ અધિકાર રહ્યો. તેમમે કહ્યું કે, તેમનું પ્રદર્શન નબળું પડવા માટે તત્કાલીન કોચ ગ્રેગ ચેપલને જવાબદાર ગણાવવા એ મુદ્દાથી ભટકાવવા માત્ર હતું.
પઠાણે કહ્યું હતું કે, મોટા ભાગના ખેલાડી ભારતીય ટીમની સાથે પોતાની કારકિર્દી 27-28માં શરૂ કરે છે, પરંતુ તેમણે આ ઉંમરમાં પોતાની અંતિમ મેચ રમી હતી. પઠાણ ત્યારે 27 વર્ષના હતા જ્યારે 2012માં પોતાની અંતિમ ઇન્ટરનેશન મેચ રમી હતી. એવો પણ સમય હતો જ્યારે ડાબોડી આ ફાસ્ટ બોલરે તમામ ત્રણેય ફોર્મેટમાં રમવાને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા.
પઠાણે કહ્યું કે, ‘આ પ્રકારની તમામ વાતો… લોકોનું ગ્રેગ ચેપલ અંગે વાત કરવું, આ બધી બાબતો મુદ્દાથી ભટકાવવા માત્ર હતી. એ પ્રકારની વાતો પણ સામે આવી કે, ઈરફાન રુચિ નથી દાખવી રહ્યો, તેમણે એક આભામંડળ રચી દીધું હતું કે, ઈરફાનની સ્વિંગ પર પહેલા જેવી પકડ નથી રહી, પણ લોકોને એ સમજવાની જરૂર છે કે, આખી મેચમાં તમને એવી સ્વિંગ નહીં મળે, જેવી પ્રથમ 10 ઓવર્સમાં મળે છે. હું હજુ પણ બોલને સ્વિંગ કરાવવામાં સક્ષમ છું.’
ઘણા પૂર્વ ખેલાડીઓનું માનવું છે કે, પઠાણ લાંબા સમય સુધી રમી શકે તેમ હતો પણ ઈજાને કારણે પણ તે પોતાની અસલ કાબેલિયતનું ખુલીને પ્રદર્શન ન કરી શક્યો. IPL 2008 બાદ પઠાણના તમામ ત્રણેય ફોર્મેટમાં રમવાની ઈચ્છા પર સવાલ ઉઠાવવામાં આવ્યા, પણ પઠાણે કહ્યું કે, એવી કોઈ વાત નહોતી.
તેણે કહ્યું કે, ‘હા, હું હંમેશા ત્રણેય ફોર્મેટમાં રમવા માગતો હતો. હું 2009-10માં પીઠદર્દથી પરેશાન હતો. મારે ઘણા પ્રકારના સ્કેન કરાવવા પડ્યા જે તમારા શરીર માટે યોગ્ય નથી હોતા પણ મેં આવું એટલા માટે કર્યું કારણ કે, ખબર પડી શકે કે, મારા પીઠદર્દનું અસલ કારણ શું છે,’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion