શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઈશાંત શર્મા સહિત 29 ખેલાડીઓને અર્જુન અવોર્ડ માટે કરાયા નામાંકિત
ખેલ મંત્રાલયની પુરસ્કાર પસંદગી સમિતિની બેઠક બાદ સત્તાવાર સુત્રોએ પીટીઆઈને આ માહિતી આપી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્મા સહિત 29 ખેલાડીઓને મંગળવારે અર્જુન એવોર્ડ માટે નામાંકિત કરાયા છે. ખેલ મંત્રાલયની પુરસ્કાર પસંદગી સમિતિની બેઠક બાદ સત્તાવાર સુત્રોએ પીટીઆઈને આ માહિતી આપી હતી.
મહિલા હોકી ખેલાડી દીપિકા ઠાકુર, ટેનિસ ખેલાડી દિવિજ શરણ, ક્રિકેટર દીપક હુડ્ડા અને પુરુષ રિકવ્ર તીરંદાજ અતનુ દાસના નામની ભલામણ પણ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે કરવામાં આવી છે. 31 વર્ષીય ઈશાંતે ભારત તરફથી 97 ટેસ્ટ અને 80 વન ડે મેચ રમી છે. તેના નામે 400થી વધારે આંતરરાષ્ટ્રીય વિકેટ નોંધાયેલી છે.
ઓલંપિક કાંસ્ય પદક વિજેતા સાક્ષી મલિક અને મીરાબાઈ ચાનૂના નામને પણ સમિતિનું સમર્થન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બંને મહિલા ખેલાડીને ખેલ રત્ન પુરસ્કાર મળી ચુક્યો હોવાથી અંતિમ ફેંસલો ખેલ મંત્રી કિરણ રિજીજુ પર છોડવામાં આવ્યો છે.
આ પહેલા આજે ભારતના સુપરસ્ટાર બેટ્સમેન રોહિત શર્માને દેશમાં રમતના સર્વોચ્ચ એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન માટે નામાંકિત કરવામાં આવ્યા છે. તેની સાથે પહેલવાન વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, અને 2016 પેરાલેમ્પિકના ગૉલ્ડ મેડલ વિજેતા મરિયપ્પન થંગાવેલૂને પણ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે નામાંકિત કરવામાં કરાયા છે. આ ફેંસલો રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જૂન અને બીજા રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોને નક્કી કરવા માટે મંગળવારે પસંદગી પેનલ બેઠકમાં લેવામાં આવ્યો. પુરસ્કારની પુષ્ટિ હવે રમત મંત્રી કરશે. એકવાર મંત્રી દ્વારા પુષ્ટિ કર્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવંદ પુરસ્કાર પ્રદાન કરશે. જો રોહિત શર્માને પુરસ્કાર મળે છે, તો તે આવુ કરનારો ચોથો ક્રિકેટર બની જશે. આ પહેલા સચિન તેંદુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલીને ખેલ રત્ન મળી ચૂક્યો છે.
Corona Vaccine: ભારતમાં બની રહેલી કોરોના રસીને લઈ નીતિ આયોગે શું કહ્યું, જાણો મોટા સમાચાર
પંજાબ સરકારે કયા ત્રણ મોટા શહેરોમાં લાદયા આકરાં નિયંત્રણ, જાણો કેમ લીધો નિર્ણય
Coronavirus Vaccine: કોરોનાની રસી બનાવી રહેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ રોકાણકારો પાસેથી કેટલું ફંડ એકત્ર કરશે ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion