શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વર્લ્ડકપમાં રમેલા કયા બે સ્ટાર ગુજરાતી ક્રિકેટરનો વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે, T20 શ્રેણીમાં સમાવેશ ન કરવામાં આવ્યો, જાણો વિગત
વિન્ડિઝ સામેની વન-ડે અને ટી-20 મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. વન ડે શ્રેણીમાં ગુજરાતના સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે ટી-20માં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
![વર્લ્ડકપમાં રમેલા કયા બે સ્ટાર ગુજરાતી ક્રિકેટરનો વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે, T20 શ્રેણીમાં સમાવેશ ન કરવામાં આવ્યો, જાણો વિગત Jasprit Bumrah and Hardik Pandya rested for one day and t 20 series against west indies વર્લ્ડકપમાં રમેલા કયા બે સ્ટાર ગુજરાતી ક્રિકેટરનો વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે, T20 શ્રેણીમાં સમાવેશ ન કરવામાં આવ્યો, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/21171557/team-india1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 3 ઓગસ્ટથી શરૂ થઇ રહેલા આ પ્રવાસ માટે મુંબઇમાં રવિવારે પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી હતી. ટીમ ઇન્ડિયામાં મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને વિકેટકીપર બેટ્સમેન તરીકે પંતનો સમાવેશ કર્યો છે.
વિન્ડિઝ સામેની વન-ડે અને ટી-20 મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. વન ડે શ્રેણીમાં ગુજરાતના સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે ટી-20માં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વર્લ્ડકપમાં જસપ્રીત બુમરાહે 9 મેચમાં 18 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 9 મેચમાં 10 વિકેટ ઝડપા સહિત 226 રન પણ બનાવ્યા હતા.
ભારતીય સમય પ્રમાણે T20 રાત્રે 8 કલાકથી શરૂ થશે. જ્યારે વન ડે સાંજે 7 કલાકથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ સાંજે 7 વાગ્યે અને બીજી ટેસ્ટ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. ભારતનો વિન્ડિઝ પ્રવાસ તારીખ મેચ સ્થળ સમય 3 ઓગષ્ટ પ્રથમ T20 લાઉડરહિલ રાત્રે 8થી 4 ઓગષ્ટ બીજી T20 લાઉડરહિલ રાત્રે 8થી 6 ઓગષ્ટ ત્રીજી T20 ગયાના રાત્રે 8થી 8 ઓગષ્ટ પ્રથમ વન ડે ગયાના સાંજે 7થી 11 ઓગષ્ટ બીજી વન ડે ટ્રીનીદાદ સાંજે 7થી 14 ઓગષ્ટ ત્રીજી વન ડે ટ્રીનીદાદ સાંજે 7થી ધોનીની નિવૃત્તિને લઈ ચીફ સિલેક્ટર પ્રસાદે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યુંIndia’s squad for 3 ODIs against WI: Virat Kohli (Captain), Rohit Sharma (VC), Shikhar Dhawan, KL Rahul, Shreyas Iyer, Manish Pandey, Rishabh Pant (wk), Ravindra Jadeja, Kuldeep Yadav, Yuzvendra Chahal, Kedar Jadhav, Mohammed Shami, Bhuvneshwar Kumar, Khaleel Ahmed, Navdeep Saini https://t.co/KwCJRN7ok1
— ANI (@ANI) July 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion