ભારતીય સ્પીનર અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે સારી બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયન ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. અશ્વિન દ્વારા ભારતે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બરાબરની ટક્કર આપી હતી. દિવસના અંતે અશ્વિને કહ્યું હતું કે, અમે ઝડપી બોલિંગ એટેક અને સ્પિન બોલિંગને અલગ અલગ જોતાં નથી. તેને એક બોલિંગ યુનિટની જેમ જોઈએ છીએ, કારણ કે એક વગર બીજાનું અસ્તિત્વ ન હોઈ શકે.
2/4
તેણે ઘણાં બોલ 145 કિમી પ્રતિ કલાક આસપાસ ફેંક્યા હતાં. જોકે બુમરાહે આઠમી ઓવરના માર્કસ હેરિસને 153 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેંક્યો હતો. ટેસ્ટ મેચના બીજા દિવસે બુમરાહે 20 ઓવર ફેંકી હતી અને 34 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેણે પોતાની બોલિંગમાં 9 મેડન ઓવર ફેંકી હતી.
3/4
એડિલેડમાં બુમરાહની બોલિંગમાં જે સ્પીડ જોવા મળી તે સામાન્ય રીતે જોવા મળતી નથી. પિચ અને પરિસ્થિતિઓને અનુકૂળ જાણીને બુમરાહે કંગારૂ બેટ્સમેનોને પરસેવો છોડાવી દીધો હતો. ટેસ્ટના બીજા દિવસે તેની એવરેજ બોલિંગ સ્પીડ 142 કિમી પ્રતિ કલાક હતી.
4/4
એડિલેડ: ઓસ્ટ્રેલિયા-ભારત ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાના બોલર્સની આગળ મેજબાન ઓસ્ટ્રેલિયન ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી. અશ્વિન અને ઈશાંત શર્માએ વિકેટ ઝડપીને સૌ કોઈને પ્રભાવિત કર્યા હતાં. પરંતુ પહેલી ટેસ્ટના બીજા દિવસે જસપ્રીત બુમરાહે પોતાની ઝડપી બોલિંગ સ્પીડથી સૌ કોઈને દંગ કરી દીધા હતાં. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન અને ક્રિકેટ ચાહકો પણ ભારતીય ખેલાડીની બોલિંગ સ્પીડ જોઈને હેરાન થઈ ગયા હતાં.