શોધખોળ કરો

જસપ્રીત બુમરાહે વેસ્ટ ઇન્ડિઝમાં મચાવી ધમાલ, ટેસ્ટમાં હેટ્રિક લેનાર ત્રીજો ભારતીય બન્યો

બુમરાહ વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ઇનિંગની પોતાની ચોથી ઓવરમાં જ હેટ્રિક ઝડપી હતી

જમૈકાઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 416 રનમાં ઓલઆઉટ થઇ હતી. હનુમા વિહારીની શાનદાર સદી (111 રન) ને કારણે ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. વિહારીને ઇશાંત શર્માનો સારો સાથ મળ્યો હતો. ઇશાંતે 57 રનની ઇનિંગ્સમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા. બંને વચ્ચે સાતમી વિકેટ માટે 112 રનની ભાગીદારી હતી. ઇશાંતે તેના કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. બીજા દિવસના અંતે વેસ્ટ ઇન્ડિઝની ટીમ સાત વિકેટના નુકસાન પર 87 રન કરી શકી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે હેટ્રિક ઝડપી હતી. બુમરાહ વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ઇનિંગની પોતાની ચોથી  ઓવરમાં જ હેટ્રિક ઝડપી હતી. તેણે આ ઓવરમાં હેરેન બ્રાવો, શામરા બ્રુક્સ અને રોસ્ટન ચેઝને  આઉટ કર્યા હતા. બુમરાહે પ્રથમ ડેરેન બ્રાવોને સ્લિપમાં લોકેશ રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. બાદમાં બીજા બોલ પર શામરા બ્રુક્સને  એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો.  બુમરાહે હેટ્રિક બોલ યોર્કર ફેંક્યો હતો. બોલ રોસ્ટન ચેઝના પગ પણ વાગ્યો હતો. બુમરાહે અપીલ કરી હતી પરંતુ અપીલે તેને ફગાવી દીધી હતી. જોકે બાદમાં કેપ્ટન કોહલીએ ડીઆરએસ લેવાનો નિર્ણય લીધો હતો. ડીઆરએસમાં અમ્પાયરે પોતાનો નિર્ણય બદલ્યો હતો અને આ રીતે બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર ત્રીજો ભારતીય બન્યો હતો. તે સિવાય વેસ્ટ ઇન્ડિઝમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય બની ગયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહ અગાઉ હરભજનસિંહ અને ઇરફાન પઠાણે ટીમ ઇન્ડિયા માટે હેટ્રિક ઝડપી છે. હરભજનસિંહે  વર્ષ 2001માં  કોલકતા ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે  બીજી ઇનિંગમાં હેટ્રિક ઝડપી હતી. ભારતે ફોલોઓન રમવા છતાં આ ટેસ્ટ મેચ જીતી હતી. વીવીએસ લક્ષ્મણે આ જ મેચમાં 281 રનની યાદગાર ઇનિંગ રમી હતી. જ્યારે ઇરફાન પઠાણે વર્ષ 2006માં પાકિસ્તાન વિરુદ્ધ કરાંચી ટેસ્ટ મેચમાં પ્રથમ જ ઓવરમાં  હેટ્રિક ઝડપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget