શોધખોળ કરો
Advertisement
ઇશાંત શર્માએ ખોલ્યું રાજ- બુમરાહની આ ટિપ્સના કારણે ઝડપી પાંચ વિકેટ
ઇશાંતે કહ્યું કે અમારો પ્રયાસ હતો કે જો તમે હરિફ ટીમને જલદી આઉટ કરી દે છો તો તમારી ટીમ માટે સારુ રહેશે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપનાર ભારતીય ઝડપી બોલર ઇશાંત શર્માએ પોતાના શાનદાર પ્રદર્શનનો શ્રેય જસપ્રીત બુમરાહને આપ્યો હતો જેણે તેને ક્રોસ સીમ નાખવા કહ્યુ હતું.
ઇશાંત શર્માએ 42 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જેમાં તેણે અંતિમ ત્રણ ઓવરોમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ઇશાંત શર્માએ ટેસ્ટમાં નવમી વખત પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ઇશાંત શર્માએ કહ્યું કે, વરસાદ થયો હતો. બોલથી કાંઇ થઇ રહ્યું નહોતું. એટલા અમને લાગ્યું કે અમે ક્રોસ સીમથી બોલિંગ કરી શકીએ છીએ. પિચમાં બાઉન્સ હતો. વાસ્તવમાં બુમરાહે મને કહ્યું કે, આપણે ક્રોસ સીમ નાખવાનો પ્રયાસ કરી શકીએ છીએ કારણ કે બોલથી કાંઇ વધુ થઇ રહ્યુ નથી.
ઇશાંતે કહ્યું કે અમારો પ્રયાસ હતો કે જો તમે હરિફ ટીમને જલદી આઉટ કરી દે છો તો તમારી ટીમ માટે સારુ રહેશે. અમે આ માટે પ્રયાસ કર્યો છે અને તેમાં અમે ઘણા અંશે સફળ પણ રહ્યા છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion