શોધખોળ કરો
Advertisement
આ ક્રિકેટરે ફેંક્યો એવો વિચિત્ર થ્રો કે જોઈને બધા ચોંકી ઉઠ્યા, વાયરલ થયો VIDEO
એડિલેડ ઓવલના મેદાન પર પર્થ સ્ટ્રાઈકર્સ અને એડિલેડ સ્ટ્રાઈકર્સની વચ્ચે એક મેચ હતી.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ બિગ બેશ લીગ દરમિયાન એકથી એક રસપ્રદ અને રોમાંચક મેચ જોવા મળી રહી છે. ક્યારેક બોલર આ લીગમાં ધૂમ મચાવી રહ્યા તો ક્યારેક બેટ્સમેન પોતાનું દમદાર પ્રદર્શન બતાવી રહ્યા છે. પરંતુ એક મેચમાં કંઈક એવું જોવા મળ્યું જે જોઈને બધા ચોંકી ગયા હતા.
એડિલેડ ઓવલના મેદાન પર પર્થ સ્ટ્રાઈકર્સ અને એડિલેડ સ્ટ્રાઈકર્સની વચ્ચે એક મેચ હતી. આ મેચમાં ઝાય રિચર્ડસને કંઈક એ રીતે બેટ્સમેનને રન આઉટ કર્યો જે મોટેભાગે ક્રિકેટમાં જોવા નથી મળતું.
આ મેચમાં ટોસ જીતીને પર્થનાં કેપ્ટન મિશેલ માર્શે પહેલી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચની 16મી ઓવરમાં 47 બોલ પર 10 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી ચૂકેલાં વૈદરરલ્ડે થર્ડ મેનની તરફ એક શોટ રમ્યો હતો અને બે રન દોડવાનો પ્રયાસ કર્યો હતો. પણ ત્યાં રિચર્ડસન ફિલ્ડિંગ કરી રહ્યો હતો.
ફિલ્ડિંગ કરતાં રિચર્ડસને દોડીને બોલ પક્ડયો અને બોલિંગ એક્શનમાં સીધો બોલ વિકેટની એકદમ નજીક ફેંક્યો હતો. થ્રો એટલો મસ્ત હતો કે તે સીધો વિકેટકીપરનાં હાથમાં ગયો હતો અને વિકેટકીપરે સરળતાથી સ્ટમ્પના બેલ ઉખાડી દીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. અને લોકો આ બોલિંગ થ્રોને જોઈ ચોંકી ઉઠ્યા હતા. ભાગ્યે જ જોવા મળતાં આ થ્રોને જોઈ લોકોએ રિચર્ડસનના વખાણ કર્યા હતા.This is something different from Jhye Richardson in the deep! A run out worthy of a Bucket Moment.#BBL09 | @KFCAustralia pic.twitter.com/l48sK8BQBw
— KFC Big Bash League (@BBL) December 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement