શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ ટીમમાં સ્થાન ના મળતા આ ઘાતક ખેલાડીએ ટીવી જોવાનું જ બંધ કરી દીધુ, જાણો વિગતે
વર્લ્ડકપ ટીમમાં પોતાને સ્થાન મળતા જોશ હેઝલવુડે કહ્યું કે, મેં ટીવી પર વર્લ્ડકપની મેચો જોવું બંધ કરી દીધુ છે, હું ટીવી નથી જોતો
નવી દિલ્હીઃ હાલમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડકપ 2019 ચાલી રહ્યો છે. દુનિયાભરમાં ટીવી ચેનલો પર તેને ખુબ જોશ સાથે જોવામાં આવી રહ્યો છે. પૂર્વ ખેલાડીઓ, ખેલાડીઓ અને ક્રિકેટ ફેન દરેક મેચને ટીવી પર જોઇને આનંદ લઇ રહ્યાં છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલરે ટીવી જોવાનું જ બંધ કરી દીધુ છે. કાંગારુ ફાસ્ટ બૉલર જોશ હેઝલવુડનુ માનવું છે કે વર્લ્ડકપની મેચ જોઇને તે નિરાશ થવા નથી માંગતો.
વર્લ્ડકપ ટીમમાં પોતાને સ્થાન મળતા જોશ હેઝલવુડે કહ્યું કે, મેં ટીવી પર વર્લ્ડકપની મેચો જોવું બંધ કરી દીધુ છે, હું ટીવી નથી જોતો.
ઉલ્લેખનીય છે કે, હેઝલવુડને વર્લ્ડકપમાંથી બહાર એટલા માટે કરવામાં આવ્યો છે કે તે પીઠના દુઃખાવાને લઇને જાન્યુઆરીથી ટીમની બહાર રહ્યો છે. સિલેક્શન કમિટીએ જોશને વર્લ્ડકપની જગ્યાએ ઓગસ્ટમાં ઇંગ્લેન્ડમાં રમાનારી એશેઝ સીરીઝ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કહ્યું છે.
27 વર્ષીય આ ફાસ્ટ બૉલર હાલમાં ઓસ્ટ્રેલિયા એ ટીમની સાથે બ્રિસ્બેનમાં કેમ્પમાં છે. તેની સાથે પીટર હેન્સ્કૉમ્બ, ટ્રેવિસ હેડ અને માર્ક્સ હેરિસ પણ આ કેમ્પમાં ભાગ લઇ રહ્યાં છે. આ બધા શુક્રવારે ઇંગ્લેન્ડ રવાના થવાના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement