શોધખોળ કરો
Advertisement
ચાલુ મેચમાં ન્યુઝિલેન્ડના કયા ખેલાડીએ શ્રીલંકાના ચાહકો સાથે પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો? જાણો વિગત
શ્રીલંકાના ચાહકે બાઉન્ડ્રી પર કેક કાપીને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનનો 29મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો જે જોઈને લોકો ખુશ થઈ ગયા હતાં.
ક્રિકેટમાં આપણે અનેક વાર ચાહકોને મેદાન પર પોતાના ફેવરિટ ક્રિકેટર્સને મળવા માટે દોડતા જોવા મળતાં હોય છે. પરંતુ ગુરૂવારે કોલંબોમાં એક જૂજ ઘટના બની હતી. શ્રીલંકાના ચાહકે બાઉન્ડ્રી પર કેક કાપીને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનનો 29મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો જે જોઈને લોકો ખુશ થઈ ગયા હતાં.
આ ઘટના કિવિઝની શ્રીલંકાના બોર્ડ પ્રેસિડેન્ટ 11 સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન બની હતી. વિલિયમ્સને કેક જોતાં સામેથી ઓવર્સની વચ્ચે ફેન્સ સમક્ષ કેક કાપવા પહોંચી ગયો હતો. વેલિયમ્સ કેક કાપવા પહોંચ્યો ત્યારે આ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતાં
શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની પ્રથમ ટેસ્ટ 14 ઓગસ્ટના રોજ ગોલ ખાતે રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 22 ઓગસ્ટના રોજ કોલંબો ખાતે રમાશે.What a way to celebrate the Birthday! Kane Williamson celebrates his 29th with Sri Lankan fans eating a piece of Cake with them during the warm-up! @BLACKCAPS pic.twitter.com/WyzZ86NUVH
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement