શોધખોળ કરો

ભારતે પાકિસ્તાનને 8 વિકેટે ચટાડી દીધી ધૂળ, કાશ્મીરનો આ ક્રિકેટર છે જીતનો હીરો

બંને ટીમો વચ્ચેની મેચ ઇંગ્લેન્ડમાં યોજાયેલ પ્રથમ દિવ્યાંગ ટી-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ વર્લ્ડકપ અંતર્ગત રમાઈ હતી.

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન રઘવાયું થયું છે. તે ભારત વિરૂદ્ધ રાજનીતિ અને કૂટનીતિ સ્તરે સતત ષડયંત્ર રચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એવા સમયે તેની ટીમને ભારતની દિવ્યાંગ ટી-20 વર્લ્ડ ચેમ્પિયનશિપના એક મેચમાં એકતરફી મેચમાં 8 વિકેટે હાર આપી છે. ભારતની આ જીતમાં એક ટ્વિસ્ટ એ પણ છે કે જીત અપાવનાર ભારતીય ખેલાડી કાશ્મીરનો છે અને તેણે આ દિવસને પોતા માટે ખાસ ગણાવ્યો છે. બંને ટીમો વચ્ચેની મેચ ઇંગ્લેન્ડમાં યોજાયેલ પ્રથમ દિવ્યાંગ ટી-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ વર્લ્ડકપ અંતર્ગત રમાઈ હતી. જ્યાં કાશ્મીરના વસીમ ઇકબાલે 43 બોલમાં 69 રનની શાનદાર ઇનિંગ્સ રમી ભારતને વિજય અપાવ્યો હતો. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.  આ મેચ વોર્સસ્ટરશાયર કાઉન્ટીમાં રમવામાં આવી હતી મળતી માહિતી મુજબ આ મેચમાં પાસિ્તાને ભારત સામે પ્રથમ બેટિંગ કરતાં 7 વિકેટે 150 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીના ઓપનર વસિમે 43 બોલરમાં છ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 69 રનની શાનદાર ઇનિંગ રમી અને ટીમને જીત અપાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તેની સાથે કુણાલ ફનસેએ 47 બોલમાં 55 રન બનાવ્યા હતા. ભારતે 17.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગનાં વતની ઈકબાલે પાકિસ્તાનને ધૂળ ચટાવ્યા બાદ કહ્યું હતું કે,”આ જીત ઈદ પર મળી છે. મને મેન ઓફ ધ મેચ તરીકે ચૂંટવામાં આવ્યો હતો. આ મારા જીવનનો સૌથી ખાસ દિવસોમાંનો એક દિવસ છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે તે 10 દિવસથી પરિવાર સાથે વાત કરી શક્યો નથી, જેના કારણે તે નારાજ છે. તેણે કહ્યું, ‘છેલ્લા 10 દિવસથી ઘરે કોઈ વાત નથી થઇ. જમ્મુ-કાશ્મીરમાં કલમ 37૦ હટાવ્યા બાદ મોબાઇલ, લેન્ડલાઇન અને ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યા છે. મને આશા હતી કે ઈદ પર પરિવાર સાથે વાત થશે પણ એવું બન્યું નહીં.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Embed widget