IPL: આ ક્રિકેટરને 26 વર્ષે મળી પહેલી તક ને તોફાની બેટિંગ કરીને છવાઈ ગયો, જાણો કોણ છે આ ક્રિકેટર ?
26 વર્ષીય વેંકટેશ અય્યરે મેચમાં શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ. ઓપનિંગમા આવેલા વેંકટેશ અય્યરે 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 27 બૉલમાં અણનમ 41 રનોની આતિશી બેટિંગ કરી હતી.
IPL 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ના બીજા ફેઝમાં ગઇકાલે કોલકત્તા નાઇટ રાઇડર્સે (KKR) રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB) વિરુદ્ધ શાનદાર જીત મેળવી, સોમવારના મુકાબલામાં કેકેઆરે શેખ જાયેદ સ્ટેડિયમમાં 9 વિકેટથી આસાન જીત મેળવી, આ જીતમાં સૌથી મોટી નામ રહ્યું ભારતીય ધાકડ બેટ્સમેન વેંકટેશ અય્યરનુ. વેંકટેશ અય્યરે તાબડતોડ બેટિંગ કરીને કેકેઆરને જીત અપાવી હતી. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે પ્રથમ બેટિંગ કરતા 93 રન જ બનાવી શક્યુ જ્યારે કેકેઆરે 10 ઓવરમાં જ 1 વિકેટ ગુમાવીને મેચમાં જીત હાંસલ કરી દીધી હતી.
93 રનના સ્કૉરને પહોંચી વળવા માટે કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) તરફથી ઓપનિંગમાં શુભમન ગીલની સાથે ડેબ્યૂટન્ટ બેટસમેન વેંકટેશ અય્યર ઉતર્યો હતો. શુભમને તો શાનદાર બેટિંગ કરતા 34 બૉલ પર 48 રનોની ખાસ ઇનિંગ રમી હતી. પરંતુ બધાની નજર વેંકટેશ અય્યર પર ટકેલી હતી.
26 વર્ષીય વેંકટેશ અય્યરે મેચમાં શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ. ઓપનિંગમા આવેલા વેંકટેશ અય્યરે આરસીબીને ચારેય બાજુ ફટકારી, તેને પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 27 બૉલમાં અણનમ 41 રનોની આતિશી બેટિંગ કરી હતી. ખાસ વાત છે કે વેંકટેશ અય્યરે મેચમાં સતત ત્રણ ચોગ્ગા ફટકારીને જીત અપાવી હતી.
26 વર્ષીય વેંકટેશ અય્યરની વાત કરીએ તો તે ઇન્ડિયન ક્રિકેટર છે, નેશનલ ટીમમાં સ્થાન નથી મળી શક્યુ, અને આ તેની આઇપીએલની ડેબ્યૂ મેચ હતી. ખાસ વાત છે કે ઇન્દોરમાં જન્મેલો વેંકટેશ અય્યર બેટિંગની સાથે સાથે બૉલિંગ પણ કરી શકે છે, એટલે કે એક ઓલરાઉન્ડર પ્રદર્શન કરવામાં સક્ષમ છે. વેંકટેશ અય્યરે કોલકત્તા નાઇટ રાઇડર્સે 2021ના ઓક્શનમાં ખરીદ્યો હતો. તે મધ્ય પ્રદેશની ટીમમાંથી ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે. 26 વર્ષીય વેંકટેશ અય્યરે મેચમાં શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ. ઓપનિંગમા આવેલા વેંકટેશ અય્યરે 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 27 બૉલમાં અણનમ 41 રનોની આતિશી બેટિંગ કરી હતી.