બાંગરે કહ્યું કે, રાહુલ હવે અનુભવી ખેલાડી છે અને તેને વધારે જવાબદારી સાથે રમવું જોઈએ. બાંગરે દિવસની ગેમ પૂરી થયા બાદ કહ્યું કે, રાહલુ રમતી વખતે સારો દેખાઈ રહ્યો છે પણ તે જુદી જુદી રીતે આઉટ થાય છે. આજે પણ બોલ ઘણો ઘરૂ હતો અને પોતાના શરીરથી દૂર રમવા જવાના પ્રયત્નમાં તે આઉટ થયો હતો. તે ફોર્મ મેળવવાથી એક જ ઇનિંગ દૂર છે.
2/3
બાંગરે કહ્યું કે, અમે તેની કાબેલિયર જાણીએ છીએ અને તે સારું પ્રદર્શન કરશે તો ટીમ માટે મહત્ત્વનું રહેશે. તે 30 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે અને તેના પર જવાબદારી પણ છે. અમે ઈચ્છીએ છીએ કે તે જવાબદારી સાથે રમે અને ટીમમાં મહત્ત્વની ભૂમિકા ભજવે.
3/3
સિડનીઃ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આગામી સપ્તાહે શરૂ થનાર પ્રથમ ટેસ્ટમાં ઇનિંગની શરૂઆત કરવા માટે લોકેશ રાહુલ પ્રબળ દાવાદોરમાંથી એક છે પંરતુ આસિસ્ટન્ટ કોચ સંજય બાંગર તેના આઉટ થવાની રીતથી ખુશ નથી. રાહુલ એકમાત્ર બેટ્સમેન છે જે અહીં ચાર દીવસીય પ્રેક્ટિસ મેચમાં બીજા દિવસે ભારત માટે મહત્ત્વની ઇનિંગ ન રમી શક્યા જેમાં ટીમા 358 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તે રમતની એક કલાકની અંદર જ ખરાબ શોટ રમીને મિડ ઓફ પર કેચ આઉટ થયા હતા. વિરાટ કોહલી અને પૃથ્વી શો સહિત પાંચ ભારતીય બેટ્સમેનોએ હાફ સેન્ચુરી ફટકારી જેથી બાંગરે આ મેચને સંતોષકારક ગણાવી હતી.