(Source: ECI/ABP News/ABP Majha)
Lausanne Diamond League: આજે ફરી ગૉલ્ડ જીતવા મેદાનમાં ઉતરશે નીરજ ચોપડા, જાણો ક્યારે, ક્યાં ને કેવી રીતે જોઇ શકાશે લાઇવ
Neeraj Chopra 2024: નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે, નીરજ ચોપડા પાસેથી ગૉલ્ડ મેડલની અપેક્ષા હતી, જેમ કે તેને ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો હતો
Neeraj Chopra Lausanne Diamond League 2024: નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે, નીરજ ચોપડા પાસેથી ગૉલ્ડ મેડલની અપેક્ષા હતી, જેમ કે તેને ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો હતો. હવે નીરજ ચોપડા આજે (22 ઓગસ્ટ, ગુરુવાર) ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. આ વખતે નીરજ ચોપડા સ્વિટ્ઝર્લેન્ડની લુસાને ડાયમંડ લીગ 2024માં ભાગ લેશે. પેરિસ ઓલિમ્પિક બાદ નીરજ ચોપડાની આ પ્રથમ સ્પર્ધા હશે.
નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિકમાં 89.45 મીટર ફેંક્યા હતા, જે સિઝનની સર્વશ્રેષ્ઠ થ્રૉ હતો. આ થ્રૉ સાથે નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના થ્રૉ સાથે ગૉલ્ડ મેડલ જીત્યો હતો.
લુસાને ડાયમન્ડ લીગમાં 90 મીટરનો આંકડા સુધી પહોંચવા માંગશે નીરજ
નીરજ ચોપડા સ્વિત્ઝર્લેન્ડમાં રમાનારી લુસાને ડાયમંડ લીગમાં 90 મીટરના આંકડાને ચોક્કસપણે સ્પર્શવા માંગશે. નીરજે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 90 મીટરના આંકને સ્પર્શ કર્યો નથી. ગ્રૉઇન ઇન્જરીના કારણે નીરજે આ સિઝનમાં ડાયમંડ લીગમાં વધુ ભાગ લીધો ન હતો. તેણે દોહા ડાયમંડ લીગમાં ભાગ લીધો હતો, જેમાં તેણે 88.36 મીટરનો થ્રૉ કર્યો હતો. લુસાને ડાયમંડ લીગ સિઝનની છેલ્લી ડાયમંડ લીગ હશે. આ પછી નીરજ લગભગ 2 મહિનાનો બ્રેક લેશે, આ દરમિયાન તે ગ્રૉઇન ઇન્જરી માટે સર્જરી પણ કરાવી શકે છે.
ક્યારે ને ક્યાં દેખાશે નીરજની એક્શન
નીરજ ચોપડા 22 ઓગસ્ટ, ગુરુવારે લુસાને ડાયમંડ લીગમાં ભાગ લેશે. નીરજ ચોપડાનો કાર્યક્રમ ભારતીય સમય અનુસાર સવારે 12:22 વાગ્યે (23 ઓગસ્ટ) જોવા મળશે.
ક્યાં દેખાશે લાઇવ ?
તમે સ્પોર્ટ્સ 18 દ્વારા ટીવી પર નીરજ ચોપડાની એક્શન લાઈવ જોઈ શકશો. તેનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema એપ અને વેબસાઈટ પર થશે.
અરશદ નદીમ નહીં રમે લીગ
ઉલ્લેખનીય છે કે આ ડાયમંડ લીગમાં આવા પાંચ એથ્લિટ ભાગ લઈ રહ્યા છે, જેઓ પેરિસ ઓલિમ્પિકના ટૉપ-6માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા. બૉન્ઝ મેડલ જીતનારો એન્ડરસન પીટર્સ પણ આમાં સામેલ થશે. જોકે, પેરિસ ઓલિમ્પિકમાં ગૉલ્ડ મેડલ જીતનારો અરશદ નદીમ આ લીગનો ભાગ નહીં હોય.
આ પણ વાંચો
Cristiano Ronaldo એ લૉન્ચ કરી પોતાની યુટ્યૂબ ચેનલ, 3 કલાકમાં જ બન્યા 2 મિલિયનથી વધુ સબ્સક્રાઇબર્સ