શોધખોળ કરો

Lionel Messi Suspended: લિયોનલ મેસ્સીને PSG એ કર્યો સસ્પેન્ડ, જાણો શું રહ્યું કારણ?

આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર અને વિશ્વ વિજેતા કેપ્ટન લિયોનલ મેસ્સીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે

Lionel Messi Suspended: આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર અને વિશ્વ વિજેતા કેપ્ટન લિયોનલ મેસ્સીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાનો અનધિકૃત પ્રવાસ કરવા બદલ તેની ક્લબ પેરિસ સેન્ટ-જર્મન (PSG) દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ક્લબ પીએસજી તેના અનુભવી ખેલાડી લિયોનેલ મેસ્સીને બે અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી શકે છે કારણ કે તેણે બે દિવસ માટે સાઉદી અરેબિયાનો પ્રવાસ કર્યો હતો અને આ પ્રવાસ અનધિકૃત હતો. જેના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

બે અઠવાડિયા માટે પ્રતિબંધ લાદવામાં આવી શકે છે

આ મામલાની જાણકારી ધરાવતા એક સૂત્રએ ન્યૂઝ એજન્સી AFPને કહ્યું હતું કે 'લિયોનેલ મેસ્સી પર કેટલાક દિવસો માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. જ્યારે ફ્રાન્સ મીડિયાના કહેવા અનુસાર, મેસ્સી પર બે સપ્તાહનો પ્રતિબંધ લાગી શકે છે. સૂત્રના જણાવ્યા અનુસાર, 'આ સમય દરમિયાન મેસ્સી ટ્રેનિંગ મેળવી શકશે નહી, એટલું જ નહી તે રમી પણ શકશે નહી અને તેના પર શિસ્તભંગના પગલાંને કારણે તેને પેમેન્ટ આપવામાં આવશે નહીં. અન્ય એક સૂત્રએ કહ્યું હતું કે મેસ્સી પર 15 દિવસો પ્રતિબંધ લાગી શકે છે.

લિયોનેલ મેસ્સીએ આર્જેન્ટિનાને વર્ષ 2022માં ફિફા વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લિયોનેલ મેસ્સી આવતા મહિને 36 વર્ષનો થશે. તાજેતરમાં તેણે પેરિસ સેન્ટ-જર્મન તરફથી લીગ 1 માં લોરિએન્ટ સામે મેચ રમી હતી. આ મેચમાં લોરિએન્ટે પેરિસ સેન્ટ-જર્મનને 3-1થી હરાવ્યું હતું. આ મેચ બાદ તેણે પોતાના દેશના પર્યટન કાર્યાલય સાથેના એક કરાર હેઠળ સાઉદી અરેબિયાનો પ્રવાસ કર્યો હતો જે તેની ક્લબ પેરિસ સેન્ટ જર્મનની મંજૂરી વિના કરવામાં આવ્યો હતો. જેના કારણે ક્લબે તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.

Nepal in Asia Cup: નેપાળે ઇતિહાસ રચ્યો, એશિયા કપ 2023 માટે ક્વૉલિફાય કર્યુ, આ 5 ટીમોની સાથે રમશે, જાણો

Nepal in Asia Cup: નેપાલ ક્રિકેટ ટીમે મંગળવારે એક ઇતિહાસ રચી દીધો છે, નેપાળની ક્રિકેટ ટીમે 2જી મેના દિવસે કાઠમંડુના ટીયુ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ACC મેન્સ પ્રીમિયર કપની ફાઇનલમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ને હરાવી દીધુ હતુ, આ જીતની સાથે જ નેપાળે ઈતિહાસ પણ રચી દીધો. ખાસ વાત છે કે, નેપાળની ક્રિકેટ ટીમ પ્રથમવાર એશિયા કપ ટૂર્નામેન્ટ માટે ક્વૉલિફાય થઇ ગઇ છે. સપ્ટેમ્બરમાં રમાનારા એશિયા કપ 2023માં નેપાળની ટીમ ભારત અને પાકિસ્તાનની સાથે ગ્રુપ Aમાં અંતિમ સ્થાન પર રહેશે. 

મેચની વાત કરીએ તો, ગુલશન કુમાર ઝાની 84 બૉલમાં 67 રનની શાનદાર ઈનિંગની મદદથી નેપાળે UAEને સાત વિકેટથી હરાવ્યું હતુ, અને એશિયા કપ 2023 માટે નેપાળને ટિકીટ મળી ગઇ હતી. ગુલશન ઝાને નંબર 3 પર ઉતરવું અને કેપ્ટન રોહિત પૌડેલ અને કૉચ મૉન્ટી દેસાઈ માટે માસ્ટરસ્ટ્રૉક સાબિત થયું હતુ. 17 વર્ષીય ગુલશન ઝાએ 118 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરતી વખતે અણનમ 67 રન બનાવ્યા હતા. 

ખાસ વાત છે કે, આ વખતે એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાનમાં થઇ રહ્યું છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય તણાવને કારણે મામલો હજુ ગુંચવાયેલો પડ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે સત્તાવાર રીતે કહ્યું હતું કે, ભારત એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget