શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાની ક્રિકેટરે મનાવી મહાશિવરાત્રિ, વીડિયો શેર કરીને બોલ્યો ‘હર હર મહાદેવ’
કનેરિયા 2012થી સ્પોટ ફિક્સિંગના કારણે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહ્યો છે.
લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ હિન્દુ ક્રિકેટર દાનિશ કનેરિયા તાજેતરમાં તેના ધાર્મિક ભેદભાવની ખબરને લઈ સમાચારમાં આવ્યો હતો. તેણે પોતાના દેશના સાથી ખેલાડીઓ સહિત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. કનેરિયાએ કહ્યું હતું કે, તેની સાથે ધર્મના આધારે ભેદભાવ કરવામાં આવ્યો. જે બાદ હવે ફરીથી તે ચર્ચામાં છે.
કનેરિયાએ મહાશિવરાત્રિના દિવસે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તે કરાચીના શ્રીરત્નેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા ગયો હતો. જેનો વીડિયો તેણે શેર કર્યો હતો. વીડિયો શેર કરી કનેરિયાએ લખ્યું, ભગવાન મહાદેવ તમને બધાને ખુશી આપે..હર હર મહાદેવ.
પાકિસ્તાન તરફથી રમનારો માત્ર બીજો હિન્દુ ક્રિકેટર કનેરિયા 2012થી સ્પોટ ફિક્સિંગના કારણે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે કનેરિયાએ થોડા સમયે પહેલા એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતુ કે, પાકિસ્તાનની ટીમમાં એવા કેટલાક ખેલાડી હતી જેમણે મેચ ફિક્સ કરીને દેશને વેચી દીધો હતો. પરંતુ તેમ છતાં પીસીબીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મેં ક્યારેય દેશને રૂપિયા માટે વેચ્યો નથી. પાકિસ્તાનના ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધીમાં માત્ર બે જ હિન્દુ ક્રિકેટર રમી શક્યા છે. કેવી છે કનેરિયાના કરિયર દાનિશ કનેરિયાએ પાકિસ્તાન તરફથી 200-2010 સુધીમાં 61 ટેસ્ટમાં 261 વિકેટ ઝડપી હતી. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ 77 રનમાં 7 વિકેટ હતો. ટેસ્ટમાં 5 વિકેટ તેણે 15 વખત લીધી હતી. જ્યારે 2001-07 દરમિયાન 18 વન ડેમાં કનેરિયાએ 15 વિકેટ લીધી હતી. વન ડેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 31 રનમાં 3 વિકેટ હતી. T-20માં હેટ્રિક લેનારો બીજો ઓસ્ટ્રેલિયન બન્યો આ ખેલાડી, કહ્યું- જાડેજા છે મારો ફેવરિટ ખેલાડી, તેની પાસેથી ઘણું શીખ્યો પ્રિયંકા ગાંધીએ ટ્રમ્પના કાર્યક્રમને લઈ થનારા ખર્ચ પર ઉઠાવ્યા સવાલ, ભાજપે કર્યો પલટવાર, જાણો વિગત INDvNZ 1st Test: ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ કહ્યું- બે દિવસથી સૂતો નથી, તેથી ઘાતક બોલિંગ નથી કરી શકતો દિલ્હીની આ હોટલના રૂમમાં રોકાશે USના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એક રાતનું ભાડું છે આટલા લાખ રૂપિયા, જાણો વિગતOn the auspicious occasion of #Mahashivratri, had darshan at Shri Ratneshwar Mahadev Temple in Karachi. May Bhagwan Mahadev bless you all with happiness. #HarHarMahadev pic.twitter.com/nFkSDA9SfR
— Danish Kaneria (@DanishKaneria61) February 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement