માલતીએ સમગ્ર આઈપીએલ દરમિયાન સીએસકેને સપોર્ટ કર્યો અને તે યેલો ટી-શર્ટ પહેરીને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પહોંચી જતી હતી. માલતીના નાના ભાઈ રાહુલ ચાહર પણ આ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો હિસ્સો હતો.
2/6
દીપક ચહરની બહેન માલતી સીએસકેની દરેક મેચ જોવા આવતી હતી. તે એવા સમયે ચર્ચામાં આવી, જ્યારે તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ હતી. તસવીર વાઈરલ થયા બાદ લોકોના મનમાં આ સવાલ આવ્યો કે તે કોણ છે? તેને ઈન્ટરનેટ પર પારલે-જી ગર્લ પણ કહી રહ્યા હતા. બાદમાં જાણ થઈ કે સીએસકેને સપોર્ટ કરનારી મિસ્ટ્રી ગર્લ કોઈ બીજું નહીં પણ દીપક ચહરની બહેન છે.
3/6
ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના 25 વર્ષના ઝડપી બોલર દીપક ચહરની બહેન માલતીએ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘હું પ્રેક્ટિસથી બહાર છું. આ તડકો જીવલેણ છે, તે બધા ખેલાડીઓને સલામ કરું છે જે આટલા તડકા અને ઠંડીમાં પણ રમે છે. આ એક લેધરનો બોલ છે.’
4/6
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે માલતી હેલ્મેટ લગાવ્યા વિના જ આગરા સ્થિત ચહર ક્રિકેટ એકેડમીમાં નેટ પ્રેક્સિટ કરી રહી છે. તે એક બાદ એક શોટ મારી રહી છે. માલતીએ આ વીડિયોને તેના ફેન્સ પસંદ કરી રહ્યા છે અને તેના ફુટવર્કની પ્રશંસા કરી રહ્યા છે.
5/6
આઈપીએલમાં મિસ્ટ્રી ગર્લના નામથી જાણીતી થયેલી આ યુવતીનું નામ છે માલતી ચહર, જે ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે તે ધોમ ધખતા તાપમાં બેટિંગ પ્રેક્ટિસ કરીને ચર્ચામાં છે. હકીકતમાં માલતીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રવિવારે ( 3 જૂને) એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ચહરની ક્રિકેટ એકેડમીમાં તાપમાં નેટ પ્રેક્ટિસ કરતી દેખાઈ રહી છે.
6/6
નવી દિલ્હીઃ આઈપીએલ 2018માં ચેન્નઈના મેચ દરમિયાન કેમેરામાં વારંવાર સ્ટેડિયમમાં હાજર એક સુંદર ચેહરા પર પડતો હતો. કમેન્ટેટરથી લઈને ફેન્સ સુધી અને સોશિયલ મીડિયાથી લઈને ખેલાડીઓ સુધી બધા એ જાણવા માગતા હતા કે આખરે આ મિસ્ટ્રી કર્લ છે કોણ, જે દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગઈ છે.