શોધખોળ કરો
Advertisement
યુવરાજ ઉપરાંત આ ભારતીય ક્રિકેટર પણ વિદેશી લીગમાં રમશે ક્રિકેટ, જાણો કોણ છે આ ખેલાડી.....
જોકે યુવરાજ જ નહીં ભારતના બીજા એક ક્રિકેટર પણ છે જેણે આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને કેનેડા ગ્લોબલ ટી20 લીગમાં ટોરન્ટો નેશનલ્સે માર્કી પ્લેયર તરીકે ડ્રાફ્ટ કરવામાં આવ્યા છે. ટોરન્ટો ટીમને ટ્વીટરના માધ્યમથી યુવરાજને પોતાની સાથે જોડવાની જાહેરાત કરી છે.
જોકે યુવરાજ જ નહીં ભારતના બીજા એક ક્રિકેટર પણ છે જેણે આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ક્રિકેટર છે પંજાબના મનપ્રીત સિંહ ગોની, મનપ્રીત ભારત માટે બે વનેડ ઇન્ટરનેશનલ રમી ચૂક્યા છે.
બે વનડે ઈન્ટરનેશનલ ઉપરાંત મનપ્રીત આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ, ડેક્કન ચાર્જર્સ, ગુજરાત લાયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ માટે પણ રમી ચૂક્યા છે.
ઉપરાંત ગોની ઘરેલુ ક્રિકેટમાં પંજાબ માટે 61 ફર્સ્ટ ક્લાસ, 55 લિસ્ટ અને 90 ટી20 મેચ પણ રમી ચૂક્યા છે. જોકે એ બીસીસીઆઈ પર નિર્ભર કરે છે કે ગ્લોબલ ટી20 લીગમાં યુવરાજ અને ગોનીને ભાગ લેવાની મંજૂરી આપવી કે નહીં.
બીજી બાજુ લીગના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર લખવામાં આવ્યું છે, ટોરન્ટો નેશનલ્સે ગ્લોબલ્સ ટી20 લીગ માટે યુવરાજ સિંહ સાથે કરાર કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement