નવી દિલ્હી: ભારતની કોમનવેલ્થ શૂટિંગ ગોલ્ડમેડલિસ્ટ મનુ ભાકરે ઓક્ટોબર 2018માં યૂથ ઑલિમ્પિકમાં જીતેલા ગોલ્ડ મેડલને લઈને હરિયાણા સરકારે જાહેર કરેલા ઇનામને લઇને ખેલમંત્રીને સવાલ કર્યો છે. હરિયાણાની 16 વર્ષીય મનુ ભાકરે મંત્રી અનિલ વિજેના ટ્વીટને રિટ્વિટ કરીને બે કરોડ રૂપિયા ઇનામ આપવાના વચનને લઇને પૂછ્યું કે આ જુમલો તો નથી ને.
2/4
જ્યારે એબીપી ન્યૂઝે આ મામલે મનુ ભાકરના પિતા રામ કિશન સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, “વાત પૈસાની નથી, વચન આપીને ફરી જવાની છે. જે વખતે મનુ મેડલ જીતીને આવી હતી ત્યારે સરકારે ઇનામની જાહેરાત કરી હતી તે હવે તેને યાદ નથી. ”
3/4
ખેલ મંત્રી અનિલ વિજે ઓક્ટોબર 2018માં 10 તારીખે બે ટ્વીટ કર્યા હતા. પ્રથમ ટ્વિટમાં અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે બીજા ટ્વિટમાં લખ્યું કે, “હરિયાણા સરકાર આ ગોલ્ડ મેડલ વિજેતા બદલ મનુ ભાકરને 2 કરોડ રૂપિયા ઇનામ આપશે. ગત સરકાર વખતે આ ઇનામની રકમ માત્ર 10 લાખ રૂપિયા હતી.”
4/4
ત્યારે ઇનામ આપવાની જાહેરાતને લગભગ અઢી મહિનાથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હરિયાણા સરકારને પોતાનું વચન યાદ નથી આવ્યું. હવે ગોલ્ડ મેડલિસ્ટ મનુ ભાકરે શુક્રવારે અનિલ વિજના તે ટ્વીટને રીટ્વિટ કરીને પૂછ્યું કે ‘સર કન્ફર્મ કરો કે શું આ સાચું છે કે, પછી આ પણ એક જુમલો છે.’