બીજી તરફ મારિજાને કૈપે પણ 99 વનડે વિકેટ પણ લીધી છે. તે ઉપરાંત તેઓ 1,618 વનડે રન પણ બનાવી ચૂકી છે. મારિજાને કેપ વનડે રેન્કિંગમાં નંબર 4 પર છે.
2/5
બંને ખેલાડીઓ વીમેન્સ બિગ બેશમાં સિડની સિક્સર્સની ટીમ તરફથી રમી રહી છે. જણાવી દઈએ કે, કેપ્ટન વેન નિકર્ક વનડેમાં સાઉથ આફ્રિકા માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર છે. તે 95 મેચોમાં 125 વિકેટ ઝડપી ચૂકી છે. તે ઉપરાંત તે વનડેમાં 1,770 રન પણ બનાવી ચૂકી છે. વર્ષ 2017-18 સિઝન માટે તેને સીએમએ વીમેન્સ ક્રિકેટર ઓફ ધ ઈયરનો એવોર્ડ પણ મળ્યો હતો.
3/5
આ બંને ખેલાડી હાલમાં જ સાઉથ આફ્રિકાની ટીમ સાથે બ્રિટનના પ્રવાસે ગઈ હતી. અહીંથી આફ્રિકન ટીમ વનડે અને ટ્વેન્ટી 20 મેચ રમીને પાછી ફરી હતી. ત્યાર બાદ બંને ખેલાડીઓએ તેમના નજીકના મિત્રો, પરિવાર અને આફ્રિકન ટીમના સાથી ખેલાડીઓની હાજરીમાં લગ્ન કરી લીધાં.
4/5
બંને ક્રિકેટર્સે શનિવારે લગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને કહ્યું કે, ‘આઈ ડુ, ઑન સેટર્ડે’. સાઉથ આફ્રિકાની આ બંને સ્ટાર ખેલાડીઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ ઉપરાંત બિગ બેશ ક્રિકેટમાં એકસાથે રમે છે. લગ્ન બાદ કેપે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી.
5/5
નવી દિલ્હીઃ ક્રિકેટર્સના લગ્ન મોટા ભાગે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે તેવી જ રીતે સાઉથ આફ્રિકામાં બે મહિલા ક્રિકેટર્સે એકબીજા સાથે લગ્ન કરીને બધાને હેરાન કરી દીધા છે. અમે વાત કરી રહ્યાં છીએ સાઉથ આફ્રિકન મહિલા ક્રિકેટ ટીમની, જેની કેપ્ટન ડેન વેન નિકર્કે પોતાની જ ટીમની ફાસ્ટ બોલર મારિજાને કેપ સાથે લગ્ન કરી લીધા છે.