શોધખોળ કરો
Advertisement
ટેસ્ટ ક્રિકેટને રસપ્રદ બનાવવા માટે ફોર્મેટમાં થશે આ મોટો ફેરફાર, જાણો વિગતે
લંડનઃ ક્રિકેટના નિયમ બનાવતી સંસ્થા મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી) વર્લ્ડ ક્રિકેટ સમિતિએ લાંબા ફોર્મેટને રસપ્રદ બનાવવા માટે કેટલાક પ્રસ્તાવ રજૂ કર્યા છે જેમાં સમય બરબાદ થતો રોકવા માટે ‘શોટ ક્લોક’ લગાવવામાં આવે, શરૂઆતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે માનક બોલનો ઉપયોગ અને નો-બોલ માટે ફ્રી હિટ જેવી ભલામણ સામેલ છે.
નો બોલ પર ફ્રી હિટનો ઉપયોગ પહેલા જ વનડે અને ટી-20માં થઈ રહ્યો છે. તે મુજબ નો બોલ બાદ બીજા બોલ પર બેટ્સમેનને ફ્રી હિટ મળે છે, એટલે જો તે આઉટ થાય તો માન્ય ન રહે. જેથી ફ્રી હિટ પર બેટ્સમેન મોટો શોટ રમવાનો પ્રયત્ન કરે છે. એટલે કે નો બોલ પર કોઈ પણ ટીમને બે ફાયદા મળે છે. પહેલું પેનલ્ટી તરીકે એક રન અને પછી બેટ્સમેનને ફ્રી હિટ.
ટેસ્ટ ક્રિકેટમાં હાલ ફ્રી હિટનો કોઈ કોન્સેપ્ટ નથી. કેટલાક દેશોમાં ટેસ્ટ ક્રિકેટની ઘટતી લોકપ્રિયતાને કારણે લાંબા સમયથી ફોર્મેટમાં ફેરફારની માગ ચાલી રહી હતી. એવામાં નો બોલ પર ફ્રી હિટ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. થોડા દિવસો અગાઉ બેંગલુરુમાં એમસીસીની બેઠકમાં તેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જોકે એમસીસી દ્વારા દ્વારા પ્રસ્તાવિત નિયમોને આઈસીસીની મંજૂરી મળે તો જ તે નિયમ ક્રિકેટમાં લાગુ પડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion