શોધખોળ કરો
Advertisement
મેઘાલયમાં એક બોલરે અનિલ કુંબલેની કરી બરાબરી, એક ઇનિંગમાં ઝડપી 10 વિકેટ
નિર્દેશે કહ્યું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો, મારો જન્મ પણ નહોતો થયો ત્યારે અનિલ કુંબલેએ 10 વિકેટ ઝડપી હતી.
નવી દિલ્હી: ભારતના અંડર-16 ક્રિકેટ ટૂર્નામેન્ટ વિજય મર્ચેન્ટ ટ્રોફીમાં મેઘાલયના યુવા બોલરે અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. નિર્દેશે બુધવારે એક ઇનિંગમાં 10 વિકેટ ઝડપી હતી. નિર્દેશે નાગાલેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તેણે 21 ઓવરમાં 51 રન આપી તમામ 10 વિકેટ ઝડપી હતી અને 10 ઓવર મેડન પણ નાખી હતી.
15 વર્ષીય નિર્દેશે કહ્યું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો, મારો જન્મ પણ નહોતો થયો ત્યારે અનિલ કુંબલેએ 10 વિકેટ ઝડપી હતી, પરંતુ તેના વિશે મે ઘણું સાભળ્યું છે. હું હંમેશા તેવું કરવા માંગતો હતો પરંતુ મારા જીવનમાં આટલું જલ્દી થશે તે મે વિચાર્યું પણ નહોતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion