નવી દિલ્હી: હોલિવૂડથી બોલિવૂડ પહોંચેલું MeToo કેમ્પેઈન હવે બીસીસીઆઈ સુધી પહોંચી ગયું છે. નાના પાટેકર-આલોક નાથ જેવા અભિનેતા, અને અનેક પ્રોડ્યૂસર તથા એમજે અકબર જેવા રાજનેતા અને રણતૂંગા-લસિથ મલિંગા જેવા ક્રિકેટર્સના નામ સામે આવ્યા છે. જ્યારે આ કેમ્પેઈનમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સીઈઓ રાહુલ જોહરી પર પણ યૌન શોષણનો આરોપ લાગ્યો છે.
2/5
@pedestrianpoet નામના ટ્વીટર હેન્ડલ પર ઇ-મેઇલનો સ્ક્રીન શોટ શેર કરતા બીસીસીઆઇના સીઇઓ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. જે ઇ-મેઇલનો શોટ શેર કરવામાં આવ્યો છે તેને રાહુલ જોહરી તરફથી મહિલાને મોકલવામાં આવ્યો હતો.
3/5
મહિલાએ જોહરી પર આરોપ લગાવ્યો છે, 'મારી રાહુલ જોહરી સાથે જૅાબ માટે મુલાકાત થઇ હતી. અમે બન્ને એક કોફી શોપમાં મળ્યા હતા અને ત્યારે તે નોકરીના બદલામાં મારી પાસે કઇક માંગતા હતા.'
4/5
એક મહિલા પત્રકારે જોહરી પર ખરાબ વ્યવહારનો આરોપ લગાવ્યો છે. જોકે, તેણે પોતાની ઓળખ જાહેર કરી નથી. જોહરી 2016થી બીસીસીઆઇના મુખ્ય કાર્યકારી અધિકારીના પદ પર કાર્યરત છે. બીસીસીઆઈની પ્રશાસકોની સમિતિએ જોહરી પાસે આ મામલે એક અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. અને જવાબ મળ્યા બાદ કાર્યવાહી કરવા કહ્યું છે.
5/5
બીસીસીઆઈના સીઈઓ બન્યા તે પહેલા રાહુલ જોહરી ડિસ્કવરી નેટવર્ક એશિયા પેસિફિકના એગ્ઝીક્યૂટિવ વાઈસ પ્રેસીડેન્ટ અને જનરલ મેનેજર(દક્ષિણ એશિયા) તરીકે કાર્યરત હતા. મહિલાએ આરોપ લગાવ્યો છે કે નૌકરીના ઇન્ટરવ્યૂના બહાને તે તેમના ઘરે લઈ ગયો હતો. જોહરીની હરકત આગળ તે લાચાર હતી.