શોધખોળ કરો
#metoo: 'મલિંગાએ મને બેડ પર ધક્કો માર્યો અને મારા પર સુઈ ગયો'
1/3

મલિંગાએ આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રીયા નથી આપી પરંતુ સોશિયલ મીડિયા પર ચિનમયી શ્રીપદાનું આ ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે.
2/3

તેણે ટ્વિટર પર નિવેદન શેર કર્યું તેમાં લખ્યું છે, હું પોતાનું નામ સામે નથી લાવવા માંગતી. કેટલાક વર્ષો પહેલા આઈપીએલ દરમિયાન મુંબઈની એક હોટલમાં પોતાની એક મિત્રને શોધી રહી હતી. અચાનક મિલંગા મળ્યો અને કહ્યું મારી મિત્ર તેના રૂમમાં છે. હું ત્યાં પહોંચી તો ત્યાં કોઈ નહોતું. મલિંગાએ મને બેડ પર ધક્કો માર્યો અને મારા પર સુઈ ગયો. મે પોતાને છોડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ હું નિષ્ફળ રહી હતી. ત્યારે ડોરબેલ વાગી અને હોટલનો સ્ટાફ રૂમમાં આવ્યો. મે તેનો ફાયદો ઉઠાવ્યો અને વોશરૂમમાં જતી રહી. ત્યારબાદ હું રૂમમાંથી બહાર નિકળી ગઈ. મને ખબર છે કે લોકો કહેશે કે તે પ્રખ્યાત વ્યક્તિ છે અને મારી મરજીથી ગઈ હતી.
Published at : 11 Oct 2018 04:37 PM (IST)
View More



















