શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ કેપ્ટને માન્યું, સચિનને આઉટ કરવો સૌથી વધારે મુશ્કેલ
સચિન અને કોહલીમાં એક વાત સામાન્ય છે બંને સદી ફટકારવાનું પસંદ કરે છે.
મુંબઈ: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે સચિન તેંડુલકરને સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યા છે. માઈકલ ક્લાર્કે કહ્યું, સચિન તેંડુલકરને આઉટ કરવો સૌથી મુશ્કેલ હતું, કારણ કે તેઓ ટેકનિકલ રીતે ખૂબ જ મજબૂત હતા. માઈકલ ક્લાર્ક આ પહેલા કોહલીને હાલના સમયનો સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો હતો.
ક્લાર્કે કહ્યું, મને લાગે છે કે મે જેટલા પણ બેટ્સમેન જોયા છે તેમાં સચિન ટેકનિકલ રૂપથી બધાથી મજબૂત હતા. તેને આઉટ કરવો ખૂબ મુશ્કેલ હતું. મને લાગે છે કે સચિનમાં કોઈપણ પ્રકારની કમજોરી નહોતી.
ક્લાર્કે થોડા સમય પહેલા ભારતના કેપ્ટન વિરાટ કોહલીને હાલના સમયમાં ત્રણેય ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બતાવ્યો હતો. તેણે કહ્યું, કોહલીના વનડે અને ટી20 રેકોર્ડ શાનદાર છે અને ટેસ્ટમાં પણ દબદબો બનાવી રાખવાનું શીખી ગયો છે. સચિન અને કોહલીમાં એક વાત સામાન્ય છે બંને સદી ફટકારવાનું પસંદ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion