સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત લોઢા પેનલે બીસીસીઆઇનું ખાતુ ધરાવતી બેન્કોને આદેશ આપ્યો હતો કે તેઓ ભારતીય ક્રિકેટ બૉર્ડ દ્વારા 30 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં લેવામાં આવેલા નાણાંકીય નિર્ણયોના સંબંધમાં કોઇ પણ રકમની ચુકવણી ના કરે. પોતાની ભલામણોનું ઉલ્લઘંન કરવા પર લૌઢા પેનલ નારાજ છે.
2/4
સમિતિએ કહ્યુ, તમે જાણો છો કે સમિતિના 31-08-2016એ આપવામાં આવેલા આદેશ અનુસાર રાબેતામુજબ આ મુદ્દા સિવાય ભવિષ્ય સંબંધી કોઇ પણ નિર્ણય લઇ શકાય નહીં. આ પ્રકારે રકમ ચૂકવવાએ રાબેતામુજબ નથી અને તેની કોઇ આકસ્મિક જરૂરત પણ ન હતી. તમે એ પણ જાણો છો કે બીસીસીઆઇએ સુપ્રિમ કોર્ટના નિર્ણય અને સાથે જ આ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રથમ સમયમર્યાદાનું ઉલ્લઘંન કર્યુ છે જેમાં 30-09-2016 સુધીના ફન્ડના વિતરણની નીતિનું નિર્માણ પણ સામેલ છે.
3/4
લોઢા સમિતિએ બેન્કોને પત્ર મારફતે કહ્યુ હતું કે, 'સમિતિને જાણકારી મળી છે કે બીસીસીઆઇની 30 સપ્ટેમ્બર 2016એ યોજાયેલી કારોબારી બેઠકમાં કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં અલગ અલગ સભ્યસંઘોને મોટી માત્રામાં નાણાંકીય વહેંચણી કરવામાં આવી છે.' આ પત્ર બીસીસીઆઇ સચિવ અજય શિર્કે, મુખ્ય એક્ઝિક્યુટિવ અધિકારી રાહુલ જોહરી અને ખજાનચી અનિરુદ્ધ ચૌધરીને પણ મોકલવામાં આવ્યો છે.
4/4
મુંબઈઃ જસ્ટિસ આરએમ લોઢા કમિટીએ બેંકોને બીસીસીઆઈના ખાતા ફ્રીઝ કરવાના આદેશ બાદ બીસીસીઆઈએ ન્યૂઝીલેન્ડની સાથે ચાલી રહેલ સીરીઝને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ સીરીઝમાં અત્યાર સુી બે ટેસ્ટ મેચ રમાઈ ચૂક્યા છે અને એક ટેસ્ટ અને પાંચ વનડે રમવાના બાકી છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારી અનુસાર, બોર્ડે આ નિર્ણય લેવા માટે મજબૂર થવું પડ્યું છે કારણ કે તેના હાથ બાંધી દેવામાં આવ્યા છે. બીસીસીઆઈના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, અમારી પાસે ભારત-ન્યૂઝીલેન્ડ સીરીઝને રદ્દ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી કારણ કે બેંકે બીસીસીઆઈના ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. અમે વિશ્વનીસામે ભારતનું અપમાન કરવા નથી માગતા. હવે અમે કેવી રીતે કામ કરી શકીએ, કેવી રીત કોઈ મેચનું આયોજન કરી શકીએ? પેમેન્ટ કોણ કરશે? બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું તે કોઈ મજાક નથી. એક આંતરરાષ્ટ્રીય ટીમ અહીં આવી છે અને ઘણું બધુ દાવ પર લાગ્યું છે. સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત લોઢા પેનલે બીસીસીઆઇનું ખાતુ ધરાવતી બેન્કોને આદેશ આપ્યો કે તેઓ ભારતીય ક્રિકેટ બૉર્ડ દ્વારા 30 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં લેવામાં આવેલા નાણાંકીય નિર્ણયોના સંબંધમાં કોઇ પણ રકમની ચુકવણી ના કરે. પોતાની ભલામણોનું ઉલ્લઘંન કરવા પર લૌઢા પેનલ નારાજ છે.