મિતાલી રાજે કોચ રમેશ પોવાર પર આરોપ લગાવતા કહ્યું કે તેમના વ્યવહારના કારણે મારે ઘણી વખત અપમાન સહન કર્યું પડ્યું છે. મિતાલીએ કહ્યું, “જો હું તેમની આસપાસ બેઠી હોય તો તેઓ ત્યાંથી નીકળી જતાં હતા અને નેટ બેટિંગ કરતી વખતે બીજાને જોતાં હતા પણ હું બેટિંગ કરતી ત્યારે તેઓ ત્યાં ઊભા પણ નહતા રહેતા. હું તેમની સાથે વાત કરવા જતી ત્યારે ફોનમાં જોવા લાગી જતાં હતા.”
2/7
આ ઘટના બાદ મિતાલીએ કહ્યું કે, મારા 20 વર્ષના લાંબા કેરિયરમાં પહેલીવાર મેં અપમાનની લાગણી અનુભવી. મને એ વિચારવા મજબૂર થવું પડ્યું કે દેશ માટે મારી સેવાઓનું મહત્વ સત્તામાં બેઠેલા કેટલાક લોકો માટે મહત્વની છે કે નહીં અથવા તો તેઓ મારા આત્મવિશ્વાસને ખતમ કરવા માંગે છે. મિતાલીએ આ વાત એક પત્રના માધ્યમથી બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને ક્રિકેટ ઓપરેશનના જનરલ મેનેજર સબા કરીમને જણાવી છે.
3/7
હરમનપ્રીત પર મિતાલીએ કહ્યું, હું ટી-20 કેપ્ટન હરમનપ્રીત વિરુદ્ધ કંઈજ નથી કહેવા માંગતી પણ મને બહાર રાખવાના કોચના નિર્ણય પર તેના સમર્થનથી દુખ થયું છે.
4/7
નવી દિલ્હી: મહિલા ટી-20 વિશ્વકપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમને મળી હાર બાદ શરૂ થયેલા વિવાદે હવે નવો વળાંક લઇ લીધો છે. ભારતીય ટીમની સ્ટાર બેટ્સમેન અને વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજે ટીમના કોચ રમેશ પોવાર અને સીઓએની સભ્ય ડાયના ઇડુલ્જી પર ગંભીર આરોપ લગાવ્યા છે.
5/7
ઉલ્લેખનીય છે કે ટી-20 વિશ્વકપના ગ્રુપ સ્ટેજ મુકાબલામાં મિતાલીએ સતત બે મેચોમાં બે અડધી સદી નોંધાવી હતી અને તે સારા ફોર્મમાં ચાલી રહી હતી. તેમ છતાં મિતાલી રાજને ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇલમાં પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવી હતી જેના કારણે આ મેચમાં ટીમને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
6/7
મિતાલીએ ઇડુલ્જી પર આરોપ લગાવતા કહ્યું કે, સેમીફાઇનલ મુકાબલમાં મને બહાર રાખવાના નિર્ણયને તેણે સમર્થન આપ્યું. એટલું જ નહીં મીડિયામાં પણ ઇડુલ્જીએ ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો. તેણે મારી સાથે પક્ષપાત કર્યો છે.
7/7
હાર બાદ ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન હરમનપ્રીત કોરના નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ વિવાદ વચ્ચે મિતાલીએ મૌન તોડતા કહ્યું કે બીસીસીઆઈની સત્તામાં બેઠેલા કેટલાક લોકો મારા કેરિયરને ખતમ કરવા માંગે છે.