શોધખોળ કરો
જીતના જશ્નમાં શેમ્પેનની બૉટલો ખુલતાં જ ઇંગ્લેન્ડના આ બે ખેલાડીઓ સ્ટેજ પરથી ભાગ્યા, જાણો કેમ
સ્ટેજ પર જેવી શેમ્પેનની બૉટલો ખુલી કે તરતજ મુસ્લિમ મૂળના ખેલાડીઓ મોઇન અલી અને આદિલ રશીદ સ્ટેજ છોડીને ભાગી ગયા હતા અને ઉજવણીમાં ભાગ ન હતો લીધો
![જીતના જશ્નમાં શેમ્પેનની બૉટલો ખુલતાં જ ઇંગ્લેન્ડના આ બે ખેલાડીઓ સ્ટેજ પરથી ભાગ્યા, જાણો કેમ moeen ali and adil rashid avoid to champagne celebration જીતના જશ્નમાં શેમ્પેનની બૉટલો ખુલતાં જ ઇંગ્લેન્ડના આ બે ખેલાડીઓ સ્ટેજ પરથી ભાગ્યા, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/15114140/World-Cup-202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડકપ ઇતિહાસમાં 44 વર્ષ બાદ પહેલીવાર વિજેતા બનેલી ઇંગ્લિશ ટીમે જીત બાદ જબરદસ્ત જશ્ન મનાવ્યો. ન્યૂઝીલેન્ડને સુપર ઓવર બાદ આઇસીસી નિયમ પ્રમાણે હરાવ્યા બાદ ઇંગ્લિશ ક્રિકેટરોએ વર્લ્ડકપની સાથે સેલિબ્રેશન કર્યુ. શેમ્પેનની બૉટલો ઉછાળીને એકબીજાનો આભાર માન્યો હતો. જોકે, આ ઉજવણીમાં એક ખાસ ઘટના જોવા મળી, કેમકે સેલિબ્રેશનમાં મોઇન અલી અને આદિલ રશીદ જોડાયા નહીં.
વર્લ્ડકપની ફાઇનલ જીત્યા બાદ ટ્રૉફી જેવી ઇંગ્લેન્ડ ટીમના હાથમાં આવી કે તરતજ ઇંગ્લિશ ખેલાડીઓએ શેમ્પેન ઉછાળીને જીતની ઉજવણી શરૂ કરી હતી. સ્ટેજ પર જેવી શેમ્પેનની બૉટલો ખુલી કે તરતજ મુસ્લિમ મૂળના ખેલાડીઓ મોઇન અલી અને આદિલ રશીદ સ્ટેજ છોડીને ભાગી ગયા હતા અને ઉજવણીમાં ભાગ ન હતો લીધો. આનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.
![જીતના જશ્નમાં શેમ્પેનની બૉટલો ખુલતાં જ ઇંગ્લેન્ડના આ બે ખેલાડીઓ સ્ટેજ પરથી ભાગ્યા, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/15114223/World-Cup-198-300x230.jpg)
ટ્વીટર પર લોકો બન્ને ખેલાડીઓની પ્રસંશા કરી રહ્યાં છે, કહી રહ્યાં છે કે બન્ને સાચા મુસ્લિમ ભાઇઓ છે. કેમકે ઇસ્લામમાં દારુને નાપાક ગણવામાં આવે છે.Omg I’m laughing so much Pree Moeen Ali & Rashids facial reaction to the champagne celebration! ???????? Real Muslim brothers! ????????❤️ pic.twitter.com/Hydv5qXLKN
— Haider Ali (@HaiderAkhtar1) July 14, 2019
Our Muslim kings Adil Rashid and Mooen Ali ???? #ICCWorldCup2019 pic.twitter.com/vnaDTH4mF8
— ❌???? (@bxxsim) July 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)