શોધખોળ કરો
Advertisement
શમીએ સર્જયો ઈતિહાસ, ઝહીર-શ્રીનાથ જેવા દિગ્ગજ બોલરો પણ નથી બનાવી શક્યા આ ખાસ રેકોર્ડ, જાણો વિગત
શમી મેચની અંતિમ ઓવરના હેટ્રિક લીધી હતી. જેની સાથે જ તે વર્તમાન વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો પ્રથમ બોલર બન્યો હતો.
નવી દિલ્હીઃ વર્લ્ડ કપમાં શનિવારે અફઘાનિસ્તાન સામેની લો-સ્કોરિંગ મેચમાં બોલરોની અત્યંત ચુસ્ત બોલિંગની મદદથી ભારતે 11 રને વિજય મેળવ્યો હતો. ભારતના 224 રન સામે અફઘાનિસ્તાન 213 રનમાં સમેટાઈ ગયું હતું. ભુવનેશ્વરના સ્થાને ટીમમાં આવેલા મોહમ્મદ શમીએ ઈતિહાસ રચ્યો હતો.
શમી મેચની અંતિમ ઓવરના હેટ્રિક લીધી હતી. જેની સાથે જ તે વર્તમાન વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો પ્રથમ બોલર બન્યો હતો. મોહમ્મદ શમીએ 50મી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલે અનુક્રમે નાબી, આલમ અને રહેમાનને આઉટ કરીને હેટ્રિક ઝડપી હતી. નાબી લોન્ગ-ઓન પર કેચ આઉટ થયો હતો. જયારે આલમ અને રહેમાન બોલ્ડ થયા હતા.
વર્લ્ડકપના ઈતિહાસમાં હેટ્રિક લેનારો શમી ભારતનો બીજો બોલર બન્યો હતો. આ પહેલા ભારત માટે ચેતન શર્માએ 1987ના વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હેટ્રિક લીધી હતી. વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો તે ક્રિકેટ વિશ્વનો 10મો બોલર બન્યો હતો.An instant classic.#CWC19 | #INDvAFG pic.twitter.com/oHASG56VHc
— Cricket World Cup (@cricketworldcup) June 22, 2019
વર્લ્ડકપ 2019 : અફઘાનિસ્તાન સામે ભારતનો 11 રને રોમાંચક વિજય, શમીની હેટ્રિક INDvAFG: 15 વર્ષમાં માત્ર બીજી વખત એમએસ ધોની સાથે થયું આમ, જાણો વિગતMohammed Shami joins an elite club as he becomes the ninth player to take a hat-trick in men's World Cups! 👏#CWC19 | #TeamIndia pic.twitter.com/X3wWKCa90B
— Cricket World Cup (@cricketworldcup) June 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement