શોધખોળ કરો
Advertisement
World Cup: મેચ પહેલા પ્રેક્ટિસમાં પણ ધોની ફટકારી રહ્યો છે છગ્ગા, જુઓ Video
ભારતીય ખેલાડીઓમાં ખાસ કરીને ધોની આ વર્લ્ડકપમાં ફરી એકવાર પોતાની છાપ છોડવા માટે તૈયાર છે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ બુધવારે 5 જૂનના રોજ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ રમાશે. ટીમ માટે અનુભવી ખેલાડીઓનું ફોર્મમાં હોવું ખૂબ જ મહત્ત્વનું છે. તેના માટે ટીમનો દરેક ખેલાડી પ્રેક્ટિસમાં ખૂબ પસીનો વહાવી રહ્યો છે. દરેક ખેલાડી પોતાની નબળાઈને સુધારવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે.
ભારતીય ખેલાડીઓમાં ખાસ કરીને ધોની આ વર્લ્ડકપમાં ફરી એકવાર પોતાની છાપ છોડવા માટે તૈયાર છે. કારણ કે ધોની માટે લગભગ આ છેલ્લો વર્લ્ડકપ હશે. આ વચ્ચે બીસીસીઆઈએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ધોનીનો પ્રેક્ટિસ કરતો એક વીડિયો રજૂ કર્યો છે.
આ વીડિયોમાં નેટ પ્રેક્ટિસ કરી રહેલો ધોની સરળતાથી બોલને મેદાનની બહાર મોકલી લે છે. આ 51 સેકન્ડના વીડિયોમાં ધોની 4 બોલનો સામનો કરો છે અને તેમાંથી બે છગ્ગા મારે છે. જ્યારે અન્ય બે બોલમાં તે રક્ષાત્મક અંદાજમાં રમતો જોઈ શકાય છે..@msdhoni hitting them out of the park, nice and easy 😎😎#TeamIndia #CWC19 pic.twitter.com/Y2CKjBfOUK
— BCCI (@BCCI) June 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement