જોકે ધોનીએ પણ ગ્રાન્ડ સ્ટાફને ગીફ્ટ આપી હતી. ધોનીએ ટીમ વતી દરેક ગ્રાઉન્ડ સ્ટાફને રૂપિયા 20000 આપ્યા હતા સાથે જ એક ધોની સાથેની તસવીર ફ્રેમ સાથે આપવામાં આવી હતી. ટીમ મેનેજમેન્ટના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, ખૂબ જ ઓછા સમયમાં પુણે ગ્રાઉન્ડ સ્ટાફે જે રીતે સ્ટેડિયમમાં તૈયાર કર્યું હતું તેને ધ્યાનમાં રાખીને આ ભેટ આપવામાં આવી છે.
2/5
પુણેના ગ્રાઉન્ડ સ્ટાફે મહેન્દ્ર સિંહ દોનીને એક પોટ્રેટ ગિફ્ટ કર્યું છે. આ પોટ્રેટ મહેન્દ્ર સિંહ ધોનીનું છે અને નાની જીવા તેના ખોળામાં છે. આ ભેટ ખૂબ જ સુંદર અને ખાસ છે.
3/5
ચેન્નઈની આ મેચો દરમિયાન જીવાના અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રવિવારે પુણેમાં રમાયેલ મેચમાં ચેન્નઈએ હૈદ્રાબાદને 8 વિકેટ હાર આપી. આ મેચમાં જીતની સાથે જ ચેન્નઈએ પ્લેઓફમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. આ જીત બાદ પુણેના ગ્રાઉન્ડ સ્ટાફે ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને એક ખાસ ભેટ આપી.
4/5
આ મેચ દરમિયાન જીવાએ પોતાના ક્યૂટ અંદાજથી બધાનું દીલ જીતી રહી છે. મેદાન પર જીવા ક્યારેક ચેન્નઈનો ફ્લેગ લઈને તો ક્યારેક ચેન્નઈનીટી શર્ટ પહેરીને ટીમને ચીયર કરતીં જોવા મળે છે.
5/5
નવી દિલ્હીઃ આઈપીએલની 11મી સીઝનમાં આમ તો આ વખતે પણ દરક વખતની જેમ નવા ખેલાડી સામે આવી રહ્યા છે. આ ખેલાડીઓની સાથે સાથે ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવા પણ ચર્ચામાં છવાયેલી છે. આઈપીએલ 2018માં ચેન્નઈના દરેક મેચમાં જીવા પોતાની મમ્મીની સાથે પોતાના પપ્પા મહેન્દ્ર સિંહ ધોની અને તેની ટીમને ચીયર કરતી મેદાનમાં જોવા મળી રહે છે.