શોધખોળ કરો

ભારતીય ક્રિકેટરોને જાનથી મારી નાખવાની ધમકી, BCCIને મોકલ્યો ઇ-મેઇલ

આરોપી વ્યક્તિ આસામના મોરીગાંવના શાંતિપુર-સહારનપુર વિસ્તારમાં રહે છે. એટીએસની ટીમે આ લોકેશન પર જઇને આરોપીની ધરપકડ કરી હતી.

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોર્ડ (એટીએસ)એ આસામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. રિપોર્ટ્સ અનુસાર, ધરપકડ કરાયેલ વ્યક્તિએ ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડને ઇમેઇલ મોકલ્યો હતો. આ ઇમેઇલમાં વ્યક્તિએ ભારતીય ક્રિકેટ ખેલાડીઓને મારવાની ધમકી આપી હતી. આરોપી વ્યક્તિએ ઇમેઇલ 16 ઓગસ્ટના રોજ કર્યો હતો. બીસીસીઆઇએ આ સંબંધમાં પોલીસને જાણકારી આપી હતી ત્યારબાદ એટીએસએ આ મામલાની તપાસ શરૂ કરી હતી. મામલાની ફરિયાદ બાદ સાયબર એક્સપર્ટ્સે આરોપીની ઓળખ કરી હતી. આરોપી વ્યક્તિનું નામ બ્રજ મોહન દાસ છે. આરોપી વ્યક્તિ આસામના મોરીગાંવના શાંતિપુર-સહારનપુર વિસ્તારમાં રહે છે. એટીએસની ટીમે આ લોકેશન પર જઇને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીને 26 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. હાલના દિવસોમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર છે જ્યાં ગુરુવારે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ હેઠળ સીરિઝ રમશે. આ અગાઉ બીસીસીઆઇને જાણકારી મળી હતી કે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ટીમને ખતરો છે. જોકે, બાદમાં આ સૂચના નકલી સાબિત થઇ હતી. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા વધારવામાં આવી હતી. વાસ્તવમાં આ ધમકી ભારતીય ટીમને નહી પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મળી હતી. પીસીબીને એક ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો જેમાં ભારતીય ટીમના ઉપર હુમલાની આશંકા વ્યક્ત કરાઇ હતી. પીસીબીએ આ ઇમેઇલને બીસીસીઆઇ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ પરિષદને મોકલ્યો હતો. બીસીસીઆઇએ આ સૂચના ગૃહમંત્રાલયને આપી હતી. જોકે, આઇસીસી અને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે આ પ્રકારના અહેવાલને અફવા ગણાવી હતી. બીસીસીઆઇએ આ ખબરોનું ખંડન કર્યું હતું. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ટીમ ઇન્ડિયા 3 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રહેશે.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Embed widget