શોધખોળ કરો
Advertisement
મુંબઈ ઈન્ડિયન્સે રચ્યો ઈતિહાસ, 200 T20 રમનારી વિશ્વની પ્રથમ ટીમ બની
મેચમાં મેદાનમાં ઉતરવાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સે T20 ક્રિકેટમાં મોટો રેકોર્ડ બનાવી દીધો.
મુંબઈઃ આઈપીએલ 2019ની 27મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો થઈ રહ્યો છે. મેચમાં રાજસ્થાન રોયલ્સે ટૉસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું છે. આ મેચમાં મેદાનમાં ઉતરવાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સે T20 ક્રિકેટમાં મોટો રેકોર્ડ બનાવી દીધો છે.
મુંબઈ ઈન્ડિયન્સ 200 T20 મેચ રમનારી ક્રિકેટ વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. ઇંગ્લેન્ડની સોમરસેટ 199 T20 મેચ સાથે બીજા, હેમ્પશાર 194 T20 મેચ સાથે ત્રીજા ક્રમે છે.
આ યાદીમાં ચોથા ક્રમ પર આઈપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ છે. 188 T20 મેચ સાથે આરસીબી ચોથા ક્રમ છે. જ્યારે 187 T20 મેચ સાથે આઈપીએલ ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ અને ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ સસેક્સ સંયુક્ત રીતે પાંચમા નંબર પર છે.
મેચમાં કેપ્ટનશિપ કરવા ઉતરવાની સાથે જ રોહિત શર્માએ 100મી વખત મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરી હતી.
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે નહીં ? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું, જાણો વિગત PM મોદી સામે વારાણસીથી પ્રિયંકા ગાંધી લડી શકે છે ચૂંટણી, જાણો વિગતRohit (C) ????
Read this for the 100th time in the history of #MumbaiIndians???? #ESAday #OneFamily #CricketMeriJaan #ESA #MIvRR @ril_foundation pic.twitter.com/ooK80FgtjB — Mumbai Indians (@mipaltan) April 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion