શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

બસ કંડક્ટરના પુત્રને ટીમ ઇન્ડિયામાં મળ્યું સ્થાન, સચિન તેંડુલકરને કરી ચૂક્યો છે આઉટ

આ ખેલાડનું નામ અથર્વ અંકોલેકર છે. તેના માતા વૈદેહી મુંબઈની બેસ્ટ બસોમાં કંડક્ટર છે. અથર્વના પિતા વિનોદભાઈનું 2010માં નિધન થયું હતું.

મુંબઈઃ ભારતમાં એક સમયે ક્રિકેટને અમીર લોકોની રમત ગણવામાં આવી હતી. ત્યાર બાદ સમય આવ્યો જ્યારે રમતમાં મધ્યમ વર્ગ પરિવારના લોકોએ મોર્ચો સંભાળ્યો. સુનીલ ગાવસકરથી સચિન તેંડુલકર અને ધોની, એવા અનેક ક્રિકેટર છે જે મધ્યમ વર્ગ પરિવારના હોવા છતાં પોતાનું સપનુ પૂરું કર્યું અને ભારતીય ક્રિકેટની શાન બન્યા. હવે આવી જ એક કહાની જાણવા મળી છે જેમાં મુંબઈના એક બસ કંડક્ટરના પુત્રની પણ પસંદ ક્રિકેટમાં થઈ છે. આ ખેલાડનું નામ અથર્વ અંકોલેકર છે. તેના માતા વૈદેહી મુંબઈની બેસ્ટ બસોમાં કંડક્ટર છે. અથર્વના પિતા વિનોદભાઈનું 2010માં નિધન થયું હતું. બાદમાં તેની માતા તેની સાર સંભાળ રાખી રહી છે. અથર્વ સ્પિનર છે અને મુંબઈની રિઝવી કોલેજમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી છે. જ્યારે તેની ટીમમાં પસંદ થઈ તો તેની માતાને લગભગ 40 હજાર અભિનંદનના મેસેજ આવ્યા હતા. બસ કંડક્ટરના પુત્રને ટીમ ઇન્ડિયામાં મળ્યું સ્થાન, સચિન તેંડુલકરને કરી ચૂક્યો છે આઉટ અંગ્રેજી અખબાર ડીએનએને વૈદેહી અંકોલેકરે કહ્યું હતું કે અમને ઘણા અભિનંદનના મેસેજ મળી રહ્યા છે. જેમાં સંબંધીઓ અને બેસ્ટનો સ્ટાફ પણ સામેલ હતો. મારા પતિ વિનોદ બેસ્ટમાં કંડક્ટર હતા. પરિવારમાં એકમાત્ર કમાનાર હતા. તેમના મોતે અમને નિસહાય કરી દીધા હતા. આવા સમયે શરુઆતમાં મેં મિત્રની મદદથી ટ્યૂશન આપવાનું શરુ કર્યું હતું. પછી મને મારા પતિની નોકરી મળી ગઈ હતી. વૈદેહીની ડ્યૂટી મારોલ બસ ડેપો ઉપર છે અને તે બસ નંબર 186 (અગરકર ચોકથી વિહાર લેક) અને 340 (ઘાટકોપર સ્ટેસનથી અગરકર ચોક)માં કાર્યરત છે. અથર્વએ જણાવ્યું હતું કે પોતાના પિતાને ઘણા યાદ કરે છે. જ્યારે હું નાનો હતો ત્યારે તે મારા બેડ પાસે ક્રિકેટનું બેટ રાખી દેતા હતા. જ્યારે હું સારું રમું તો તે મને ક્રિકેટનો ઘણો સમાન ગિફ્ટમાં લાવીને આપતા હતા. તે બધું યાદ આવે છે. હું સખત મહેનત કરીને ટીમ ઇન્ડિયા માટે રમવા માંગું છું. 9 વર્ષ પહેલા અથર્વએ એક પ્રેક્ટિસ મેચમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને આઉટ કર્યો હતો. આ કારણે તેને ઘણી પ્રશંસા મળી હતી. સચિને તેને ઓટોગ્રાફ વાળા ગ્લવ્ઝ ભેટમાં આપ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?

Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો

Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ

Maharashtra: મહારાષ્ટ્રના કેટલા લોકો ઉદ્ધવ ઠાકરેને CM તરીકે જોવા માંગે છે, પહેલા નંબરે કોણ?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મહિલાઓને ખતરો કોનાથી?Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે, કોણ હારશે ?Assembly Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, જુઓ 5 વાગ્યા સુધી ગ્યા ક્યા કેટલું મતદાન થયું?Ahmedabad News:  અમદાવાદમાં ફરી એકવખત ડ્રગ્સનો મોટા પ્રમાણમાં  જથ્થો ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra: મહારાષ્ટ્રના કેટલા લોકો ઉદ્ધવ ઠાકરેને CM તરીકે જોવા માંગે છે, પહેલા નંબરે કોણ?
Maharashtra: મહારાષ્ટ્રના કેટલા લોકો ઉદ્ધવ ઠાકરેને CM તરીકે જોવા માંગે છે, પહેલા નંબરે કોણ?
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર

BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો

Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મામલે થયો મોટો ખુલાસો, જાણો આરોપીઓ અંગે શું માહિતી આવી સામે

Embed widget