![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Neeraj Chopra: દુનિયાના નંબર વન જૈવલિન થ્રોઅર બની નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો
નીરજ ચોપરાએ 2021 ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ વખત ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી
![Neeraj Chopra: દુનિયાના નંબર વન જૈવલિન થ્રોઅર બની નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો Neeraj Chopra: Neeraj Chopra number one in World Athletics men's javelin ranking Neeraj Chopra: દુનિયાના નંબર વન જૈવલિન થ્રોઅર બની નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/dfca5fc5320cdbe8a8006eb55a61e078168480203459574_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Number One Javelin Thrower Neeraj Chopra: ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપરાએ સોમવારે વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવીને ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં નીરજ ચોપરા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં નંબર વન ખેલાડી બન્યો હતો. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા વિશ્વ રેન્કિંગમાં નંબર વન સ્થાન હાંસલ કરનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો છે.
નીરજ ચોપરાએ 2021 ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ વખત ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. સ્ટાર ભારતીય જૈવલિન થ્રોઅરે એન્ડરસન પીટર્સને પછાડીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતું. લેટેસ્ટ રેન્કિંગ મુજબ નીરજ ચોપરાના 1455 પોઈન્ટ્સ અને એન્ડરસન પીટર્સના 1433 પોઈન્ટ છે. નીરજ પાસે 22 પોઈન્ટની લીડ છે. જૈકબ વડલેજ્જ 1416 પોઈન્ટ સાથે રેન્કિંગમાં ત્રીજા નંબર પર છે.
દોહા ડાયમંડ લીગ જીતીને 2023ની શરૂઆત કરી
નીરજ ચોપરાએ આ સીઝનની શરૂઆત દોહા ડાયમંડ લીગથી કરી હતી. તેણે દોહામાં રમાયેલી ડાયમંડ લીગ સ્પર્ધા જીતી હતી. નીરજે સ્પર્ધામાં 88.67 મીટરનો રેકોર્ડ બનાવ્યો અને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
નોંધનીય છે કે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ જ્યુરિચમાં આયોજિત ડાયમંડ લીગમાં 89.63 મીટર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરા નેધરલેન્ડ હોંગેલોમાં 4 જૂને ફેની બ્લેન્કર્સ-કોએન ગેમ્સમાં ભાગ લેશે. આ પછી 13 જૂને તે ફિનલેન્ડના તુર્કુમાં આયોજિત થનારી નૂરમી ગેમ્સનો ભાગ બનશે.
જૈવલિનમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, નીરજ ચોપરા જૈવલિનમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો. ત્યારથી તેનું શાનદાર પ્રદર્શન યથાવત છે. હવે આગામી રમતોમાં તેનું પ્રદર્શન જોવું રસપ્રદ રહેશે.
IPL વચ્ચે ટીમ ઈન્ડિયાને લઈ BCCI એ કર્યો મોટો બદલાવ, કિલરના બદલે જર્સી પર જોવા મળશે આ કંપનીનો લોગો
Team India New Kit Sponsor: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ પહેલા BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની નવી કિટ સ્પોન્સર જાહેર કરવામાં આવી છે. ભારતીય ટીમના નવા કિટ સ્પોન્સર તરીકે જર્મન સ્પોર્ટ્સ બ્રાન્ડ એડિડાસના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે 22 મેના રોજ આ માહિતી આપી હતી.
ઓસ્ટ્રેલિયા સામેની WTC ફાઇનલ મેચમાં જોવા મળશે નવો લોગો
હાલમાં, ભારતીય ટીમની કીટ સ્પોન્સર કિલર જીન્સ છે, જેનો કોન્ટ્રાક્ટ 31 મેના રોજ સમાપ્ત થશે. આ પછી WTC ફાઇનલ મેચની ભારતીય ટીમની જર્સી પર એડિડાસનો લોગો દેખાશે. ભારતીય ટીમને ઓવલ મેદાન પર 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામેની WTC ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે રમવાનું છે.
કિલર જીન્સને ટૂંકા ગાળા માટે ભારતીય ટીમના કિટ સ્પોન્સર તરીકે સાઈન કરવામાં આવી હતી. કિલર પહેલા એમપીએલ ભારતીય ટીમની કીટ સ્પોન્સર હતી. BCCI સેક્રેટરીએ એડિડાસના નામની જાહેરાત કરવાની સાથે ખુશી પણ વ્યક્ત કરી હતી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)