Paavo Nurmi Games: પેરિસ ઓલિમ્પિક અગાઉ ફોર્મમાં નીરજ ચોપરા, પાવો નૂરમી ગેમ્સમાં જીત્યો ગોલ્ડ
ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ પાવો નૂરમી ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ પાવો નૂરમી ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મંગળવારે (18 જૂન) ફિનલેન્ડના તુર્કુમાં આયોજિત આ ગેમ્સમાં ભારત તરફથી માત્ર નીરજ ચોપરાએ ભાગ લીધો હતો. નીરજે ત્રીજા પ્રયાસમાં 85.97 મીટર બરછી ફેંકી હતી, જે તેનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. ગોલ્ડ જીતીને નીરજે સંકેત આપ્યો છે કે તે પેરિસ ઓલિમ્પિક 2024 પહેલા ફોર્મમાં છે. ફિનલેન્ડનો ટોની કેરેનન (84.19 મીટર) બીજા સ્થાને રહ્યો હતો અને સિલ્વર મેડલ જીત્યો હતો. ફિનલેન્ડના ઓલિવર હેલેન્ડરે ત્રીજું સ્થાન (83.96 મીટર) મેળવ્યું હતું.
Olympic champion Neeraj Chopra bags gold at Paavo Nurmi Games
— ANI Digital (@ani_digital) June 18, 2024
Read @ANI Story | https://t.co/QAWfObmFyF#NeerajChopra #OlympicChampion #PaavoNurmiGames #OlympicGoldMedallist #GoldenBoy #JavelinThrower pic.twitter.com/AxAORPcQDV
પાવો નૂરમી ગેમ્સ લીગમાં નીરજ ચોપરાનું પ્રદર્શન
પ્રથમ પ્રયાસ – 83.62 મીટર
બીજો પ્રયાસ - 83.45 મીટર
ત્રીજો પ્રયાસ – 85.97 મીટર
ચોથો પ્રયાસ – 82.21 મીટર
પાંચમો પ્રયાસ - ફાઉલ
છઠ્ઠો પ્રયાસ – 82.97 મીટર
ભારતીય ખેલાડીએ 2022માં 89.30 મીટર ભાલા ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. તે સમયે આ તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ હતું. તેણે તે જ વર્ષે ડાયમંડ લીગના સ્ટોકહોમ સ્ટેજમાં 89.94 મીટર બરછી ફેંકીને તેમાં સુધારો કર્યો હતો. જો કે, ત્યારથી નીરજ તેના શ્રેષ્ઠ (89.94 મીટર)માં સુધારો કરી શક્યો નથી.
ગ્રેનેડાના બે વખતના વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ અને ત્રિનિદાદના અને ટોબૈગોના 2012ના ઓલિમ્પિક ચેમ્પિયન કેશોર્ન વોલકોટ પણ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જોકે, બંને ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. 26 વર્ષીય નીરજ ચોપરા ગયા મહિને તેની જાંઘના સ્નાયુઓમાં હળવા દુખાવાના કારણે ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક સ્પર્ધામાંથી ખસી ગયો હતો. દોહા ડાયમંડ લીગથી પોતાની સીઝનની શરૂઆત કરનાર ચોપરા હવે 7 જુલાઈએ પેરિસ ડાયમંડ લીગમાં ભાગ લેશે.