શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
INDvNZ: આવતીકાલે આ 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલ બાદ પ્રથમ વખત ટકરાશે બંને ટીમ
ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં લોકેશ રાહુલે સારું વિકેટકિપિંગ કર્યુ હોવાથી પ્રથમ ટી-20 મેચમાં તેની પાસેથી વિકેટકિપિંગ કરાવવામાં આવી શકે છે.
ઑકલેન્ડઃ ટીમ ઈન્ડિયા છ સપ્તાહના ન્યૂઝીલેન્ડ પ્રવાસે પહોંચી ગઈ છે. ભારતીય ટીમ શુક્રવારે પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની પ્રથમ ટી-20 રમીને પ્રવાસની શરૂઆત કરશે. ભારતે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ રમવાનો છે, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના હવામાનમાં ખાસ ફેર નથી હોતો તેથી ટીમ ઈન્ડિયા માટે આ શ્રેણી ખૂબ જ મહત્વની છે.
ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટ બોલર, ત્રણ સ્પિનર, 5 બેટ્સમેનોના કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરી શકે છે. વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલ બાદ ભારત-ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ વખત ટકરાશે. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં લોકેશ રાહુલે સારું વિકેટકિપિંગ કર્યુ હોવાથી પ્રથમ ટી-20 મેચમાં તેની પાસેથી વિકેટકિપિંગ કરાવવામાં આવી શકે છે.
પ્રથમ ટી-20 માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ
ભારત v ન્યૂઝીલેન્ડ ટી-20 સીરીઝ કાર્યક્રમ પ્રથમ ટી20, 24 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે બીજી ટી20, 26 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે ત્રીજી ટી20, 29 જાન્યુઆરી, સેડન પાર્ક-હેમિલ્ટન, બપોરે 12.30 કલાકે ચોથી ટી20, 31 જાન્યુઆરી, વેસ્ટ પેક સ્ટેડિયમ-વેલિંગ્ટન, બપોરે 12.30 કલાકે પાંચમી ટી20, 02 ફેબ્રુઆરી, બે ઓવલ-માઉન્ટ માઉન્ગનઇ, બપોરે 12.30 કલાકેThe two captains all smiles as they pose with the trophy ahead of the 5-match T20I series #NZvIND pic.twitter.com/TRGAAZ8nl1
— BCCI (@BCCI) January 23, 2020
દિલ્હી ચૂંટણીઃ આમ આદમી પાર્ટીના આ ઉમેદવાર છે સૌથી ધનિક, જાણો કેટલી છે સંપત્તિ INDvNZ: આવતીકાલે પ્રથમ T20, કોહલી પાસે સીરિઝમાં આ રેકોર્ડ બનાવવાની છે તક, જાણો વિગતે સુરતઃ તડીપાર વસીમ બિલ્લાની નવસારીમાં ગોળી મારી હત્યા, સલમાન ખાન સાથે પડાવ્યો હતો ફોટોHow's the josh in the camp?#TeamIndia #NZvIND pic.twitter.com/zHxfs5PXrl
— BCCI (@BCCI) January 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion