નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા આજે ન્યૂઝિલેન્ડ સામે સીરિઝની ત્રીજી વનડે રમવા મેદાને ઉતરશે. સીરીઝની ત્રીજી વનડે ખાસ મહત્વની બની ગઇ છે. એકબાજુ સીરિઝ બચાવવા યજમાન ટીમ કરો યા મરોનો જંગ લડવા મેદાને પડશે, તો બીજીબાજુ ટીમ ઇન્ડિયા ત્રીજી વનડેમાં પણ વિજેતા બનીને શ્રેણી જીતવા માંગે છે.
2/3
મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટ્સ અને ડીડી સ્પોર્ટ્સ પરથી જોઇ શકાશે. મેચનું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પરથી નીહાળી શકાશે.
3/3
ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે સોમવારે પાંચ વનડે મેચોની સીરિઝની ત્રીજી વનડે મેચ ન્યૂઝીલેન્ડના માઉન્ટ મોઉનગુઇના બે ઓવલ મેદાનમાં રમાશે. ત્રીજી વનડે ભારતીય સમયાનુસાર સવારે 7.30 વાગે શરૂ થશે.