1983ના વર્લ્ડ કપમાં કપિલ દેવની અણનમ 175 રનની ઈનિંગ કેમ રેકોર્ડ ના કરાઈ, જાણો કારણ..
ભારતની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે ગુરુવારે કહ્યું હતું કે, 1983ના વર્લ્ડ કપ દરમિયાન ઝિમ્બાબ્વે સામેના તેમના અણનમ 175 રન બનાવ્યા તેનું રેકોર્ડીંગ ના કરાયાનો તેમને કોઈ અફસોસ નથી.
ભારતની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે ગુરુવારે કહ્યું હતું કે, 1983ના વર્લ્ડ કપ દરમિયાન ઝિમ્બાબ્વે સામેના તેમના અણનમ 175 રન બનાવ્યા તેનું રેકોર્ડીંગ ના કરાયાનો તેમને કોઈ અફસોસ નથી. 1983 વર્લ્ડ કપમાં મળેલી જીત એ ભારતીય ક્રિકેટના ઈતિહાસની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન કપિલ દેવે 18 જૂન, 1983ના રોજ તુનબ્રિજ વેલ્સ મેદાનમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ઐતિહાસિક ઈનિંગ ન રમી હોત તો જીત શક્ય ન હોત.
જો કે, કમનસીબે ભારતીય ક્રિકેટ ચાહકો માટે, કપિલની ઈનિંગ્સ ક્યારેય કેમેરામાં રેકોર્ડ થઈ શકી ન હતી, કારણ કે તે સમયે એકમાત્ર પ્રસારણકર્તા BBC દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. ઝિમ્બાબ્વે સામેની આ મેચમાં કપિલે ટીમને સન્માનજનક સ્કોર પર પહોંચાડવા જબરદસ્ત ઈનિંગ રમી હતી અને ટીમનો સ્કોર 60 ઓવરમાં 266/8 પર પહોંચાડ્યો હતો. ભારતે આ મેચ 31 રને જીતી લીધી હતી.
અણનમ ઇનિંગ રમી હતીઃ
ટેલિકોમ ઓપરેટર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં દેવે કહ્યું, "મને લોકોની ટીકા કરવાનું પસંદ નથી. લોકો કહે છે કે તમને કોઈ વાંધો નથી કે તે રેકોર્ડ કરવામાં આવ્યું નથી અને હું હંમેશા 'ના' કહું છું કારણ કે, તે મારા મગજમાં રેકોર્ડ છે." આ કાર્યક્રમમાં ટેલિકોમ ઓપરેટરે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરનો એક ઇમર્સિવ અને ભારતનો પ્રથમ 5G સંચાલિત હોલોગ્રામ પ્રદર્શિત કર્યો અને ઝિમ્બાબ્વે સામે ક્રિકેટરની અણનમ ઇનિંગના સ્ટેડિયમ અનુભવને ફરીથી જીવંત કર્યો હતો.
આ સાથે, હરિયાણા હરિકેન કપિલ દેવનો સિગ્નેચર 'નટરાજ શોટ' એવી રીતે બતાવવામાં આવ્યો હતો કે, વ્યક્તિ 180-ડિગ્રી વ્યૂથી તે ક્ષણનો અનુભવ કરી શકે છે. જ્યારે કપિલ દેવને પૂછવામાં આવ્યું કે, શું ઝિમ્બાબ્વે સામેની ઇનિંગ્સ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું? આ પ્રશ્નના જવાબમાં કપિલ દેવે આ વાતને નકારી કાઢી હતી કે અને કહ્યું કે તે એક નિર્ણાયક ઇનિંગ હતી.