શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચના કોચ પણ કોરોના પોઝીટીવ
વર્લ્ડ નંબર વન પુરૂષ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચના કોચ અને પૂર્વ વિંબલડન ચેમ્પિયન ગારેન ઈવાનિસેવિક પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
વર્લ્ડ નંબર વન પુરૂષ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચના કોચ અને પૂર્વ વિંબલડન ચેમ્પિયન ગારેન ઈવાનિસેવિક પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જોકોવિચના કોચે ઈન્સ્ટાગ્રામના માધ્યથી પોતે આ વાતની પુષ્ટી કરી છે. ઈનાનિસેવિક પણ અદ્રિયા ટૂર ટેનિસ ઈવેન્ટ સાથે જોડાયેલા હતા. ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ અને તેના પત્ની પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
આ પહેલા જોકોવિચ સહિત ચાર ખેલાડીઓ કોરોના પોઝીટીવ મળી આવ્યા હતા. સૌથી પહેલા બુલ્ગારિયાના ખેલાડી ગ્રિગોર દિમિટ્રોવનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો અને ત્યારબાદ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા અન્ય ખેલાડીઓના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઈવેન્ટને અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગોરાન ઈવાનીસેવિક પોતાના જમાનામાં ટોચના ખેલાડી રહ્યા અને 2001માં તેઓ વિંબલડન ટેનિસ ખિતાબ પર કબજો કર્યો હતો. પોતાની ઝડપી સર્વિસના કારણે તેઓ ટેનિસની દુનિયામાં મશહૂર થયા હતા.
ખેલાડીઓ બાદ હવે કોચ ગોરાન ઈવાનીસેવિકનો ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ ટેનિસની આગામી ઈવેન્ટ્સ પણ પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. આ વર્ષે જ ફ્રેંચ ઓપન અને યૂ એસ ઓપન પણ યોજાવાની છે અને એ પહેલા અને પછી પણ કેટલીક ટૂર્નામેન્ટ્સનું આયોજન કરવામાં આવશે.
પરંતુ અદ્રિયા ટૂરમાં જે રીતે એક બાદ એક કેલાડીઓ અને કોચ પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે તેનાથી આવનારી ઈવેન્ટ્સનું શુ થશે તેના પર સવાલો ઉઠી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion