![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Paris Paralympics: ભારતનો 21મો મેડલ, સચિન ખિલારેએ ગોળા ફેંકમાં જીત્યો સિલ્વર
Paris Paralympics: ભારતના સચિન ખિલારીએ શોટ પુટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે સિલ્વર મેડલ જીત્યો છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 21 મેડલ જીત્યા છે. મોહમ્મદ યાસિર 8મા સ્થાને રહ્યો.
![Paris Paralympics: ભારતનો 21મો મેડલ, સચિન ખિલારેએ ગોળા ફેંકમાં જીત્યો સિલ્વર India 21st medal in Paris Paralympic Sachin Khilare wins silver in shot put Paris Paralympics: ભારતનો 21મો મેડલ, સચિન ખિલારેએ ગોળા ફેંકમાં જીત્યો સિલ્વર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/04/0004f2fbc8ed29b62f021f52e5e43d781725445552291397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Paris Paralympics: ભારતના સચિન ખિલારીએ શોટ પુટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે સિલ્વર મેડલ જીત્યો છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 21 મેડલ જીત્યા છે. મોહમ્મદ યાસિર 8મા સ્થાને રહ્યો.
પીએમ મોદીએ આપી શુભકામના
Congratulations to Sachin Khilari for his incredible achievement at the #Paralympics2024! In a remarkable display of strength and determination, he has won a Silver medal in the Men’s Shotput F46 event. India is proud of him. #Cheer4Bharat pic.twitter.com/JNteBI7yeO
— Narendra Modi (@narendramodi) September 4, 2024
પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના સાતમા દિવસે એટલે કે 4 સપ્ટેમ્બર (બુધવારે) પણ ભારતીય એથ્લેટ્સ એક્શનમાં છે. હવે ભારતીય પેરાથલીટ સચિન સર્જેરાવ ખિલારીએ ધમાલ મચાવી દીધી છે. સચિને મેન્સ શોટ પુટ (F46)માં સિલ્વર મેડલ જીત્યો છે. વર્તમાન પેરાલિમ્પિક્સમાં ભારતનો આ 21મો મેડલ હતો. ભારતે અત્યાર સુધીમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
કેનેડાના ખેલાડીએ ગોલ્ડી જીત્યો
ફાઈનલ મેચ દરમિયાન સચીન ખિલારીએ પોતાના બીજા પ્રયાસમાં 16.32 મીટરનો થ્રો કર્યો હતો. આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ કેનેડાના ગ્રેગ સ્ટુઅર્ટે જીત્યો હતો. સ્ટુઅર્ટનો શ્રેષ્ઠ થ્રો 16.38 મીટર હતો. જ્યારે ક્રોએશિયાના બાકોવિક લુકા (16.27 મીટર)એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતના મોહમ્મદ યાસર આઠમા સ્થાને અને રોહિત કુમાર નવમા સ્થાને રહ્યા.
ફાઈનલમાં સચિન ખિલારીનું પ્રદર્શન
પ્રથમ થ્રો - 14.72 મીટર
બીજો થ્રો - 16.32 મીટર
ત્રીજો થ્રો - 16.15 મીટર
ચોથો થ્રો - 16.31 મીટર
પાંચમો થ્રો - 16.03 મીટર
છઠ્ઠો થ્રો - 15.95 મીટર
શરદે ઉંચી કૂદમાં તો ભાલા ફેંકમાં અજિતે જીત્યો સિલ્વર
પેરિસ પેરાલિમ્પિક 2024 ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત છે. મંગળવારે ભારતીય ખેલાડીઓએ પાંચ મેડલ જીત્યા હતા. જેમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. અજિત સિંહે જેવલિન થ્રોની F46 કેટેગરીમાં અને હાઈ જમ્પર શરદ કુમારે મંગળવારે હાઈ જમ્પની T63 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે આ પેરાલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા અત્યાર સુધીમાં 20 પર પહોંચી ગઈ છે. મેડલનો આ આંકડો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ છે. તેના ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ્સના શાનદાર પ્રદર્શનના આધારે ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં તેના અગાઉના 19 મેડલના શ્રેષ્ઠ પ્રદર્શનને પાછળ છોડી દીધું છે.
નોંધનીય છે કે આ વખતે ભારતે આ ગેમ્સમાં 25 પોઈન્ટના લક્ષ્ય સાથે પ્રવેશ કર્યો છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ આ લક્ષ્યને હાંસલ કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. પેરિસ પેરાલિમ્પિકમાં 84 પેરા એથ્લેટ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ ગેમ્સ 8 સપ્ટેમ્બર સુધી યોજાનાર છે. ભારત 12 ડિસિપ્લિનમાં સ્પર્ધા કરી રહ્યું છે, જે ટોક્યો કરતાં ત્રણ વધુ છે.
આ પણ વાંચો...
Rajasthan Royals: વર્ષો બાદ રાહુલ દ્રવિડની રાજસ્થાન રોયલ્સમાં એન્ટ્રી, IPL 2025 પહેલા બન્યા હેડ કોચ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)