![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajasthan Royals: વર્ષો બાદ રાહુલ દ્રવિડની રાજસ્થાન રોયલ્સમાં એન્ટ્રી, IPL 2025 પહેલા બન્યા હેડ કોચ
IPL 2025 Rahul Dravid: આઈપીએલ 2025 પહેલા રાજસ્થાન રોયલ્સ ટીમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર રાહુલ દ્રવિડને મુખ્ય કોચ બનાવવામાં આવશે.
![Rajasthan Royals: વર્ષો બાદ રાહુલ દ્રવિડની રાજસ્થાન રોયલ્સમાં એન્ટ્રી, IPL 2025 પહેલા બન્યા હેડ કોચ ipl-2025-rahul-dravid-new-head-coach-rajasthan-royals-kumar-sangakkara-director-of-cricket Rajasthan Royals: વર્ષો બાદ રાહુલ દ્રવિડની રાજસ્થાન રોયલ્સમાં એન્ટ્રી, IPL 2025 પહેલા બન્યા હેડ કોચ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/04/5369687a46fd2391fe02e1c644ea450d17254442538721091_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rahul Dravid Head Coach Rajasthan Royals: રાહુલ દ્રવિડ વર્ષો પછી રાજસ્થાન રોયલ્સમાં પરત ફર્યા છે. એક રિપોર્ટ અનુસાર, IPL 2025 પહેલા દ્રવિડને ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. દ્રવિડે રાજસ્થાન રોયલ્સ સાથે કરાર કર્યો છે. આ ટીમ સાથે દ્રવિડનું જૂનું કનેક્શન છે. તે તેની IPL કારકિર્દી દરમિયાન રાજસ્થાનના કેપ્ટન રહી ચૂક્યા છે. આ પછી તે ટીમના મેન્ટર પણ બન્યા હતા. દ્રવિડ રાજસ્થાન બાદ દિલ્હી ડેરડેવિલ્સ સાથે જોડાયા. હાલમાં જ તેના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ પણ જીત્યો હતો.
🚨 RAHUL DRAVID HAS BEEN APPOINTED AS RAJASTHAN ROYALS' HEAD COACH...!!! 🚨 (Espncricinfo). pic.twitter.com/H8lFGG6lGU
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 4, 2024
ક્રિકઇન્ફોના એક સમાચાર અનુસાર રાજસ્થાને દ્રવિડને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તેણે રાજસ્થાન સાથે કરાર કર્યો છે. મુખ્ય કોચ બન્યા બાદ દ્રવિડ મેગા ઓક્શન દરમિયાન મહત્વની ભૂમિકા ભજવશે. ટીમ સાથે તેના ખૂબ સારા સંબંધો છે. કેપ્ટન સંજુ સેમસન પણ દ્રવિડની ખૂબ નજીક રહ્યો છે. દ્રવિડે તેના અંડર 19 દિવસથી સંજુને રમતા જોયો છે.
દ્રવિડ રાજસ્થાનનો કેપ્ટન અને મેન્ટર રહ્યા છે
દ્રવિડની આઈપીએલ કારકિર્દી શાનદાર રહી છે. તે IPL 2012 અને 2013માં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન રહી ચૂક્યા છે. આ પછી પણ તે વધુ બે વર્ષ ટીમ સાથે જોડાયેલા રહ્યા છે. દ્રવિડ 2014 અને 2015માં ટીમના મેન્ટર અને ડિરેક્ટર હતા. ત્યાર બાદ તે 2016માં દિલ્હી ડેરડેવિલ્સ સાથે જોડાયા હતા. આ પછી દ્રવિડે ભારતીય ક્રિકેટ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.
દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો
IPL ટીમો પછી દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડમીમાં જોડાયા. તેઓ 2019માં એકેડમીના વડા બન્યા હતા. આ પછી, 2021 માં તેને ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા. દ્રવિડના કોચિંગ હેઠળ ભારતે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો.
વિક્રમ રાઠોડને પણ મળી મહત્વની જવાબદારી
કુમાર સંગાકારા રાજસ્થાન રોયલ્સના ક્રિકેટ ડિરેક્ટર છે. હવે દ્રવિડ પણ ટીમના એક ભાગ છે. તેની સાથે વિક્રમ રાઠોડને પણ મહત્વની જવાબદારી મળી છે. રાઠોડને સહાયક કોચ બનાવવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, તેઓએ આ ડીલ પર હસ્તાક્ષર પણ કર્યા છે.
આ પણ વાંચો...
Paris Paralympics: ભારતનો 21મો મેડલ, સચિન ખિલારેએ ગોળા ફેંકમાં જીત્યો સિલ્વર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)