'22 સાલ બેમિસાલ' - ભારતીય ટેનિસનો 'આયર્ન મેન' થયો રિટાયર, રોહિન બોપન્નાએ કહ્યું અલવિદા
Rohan Bopanna Retirement: દિગ્ગજ ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે
!['22 સાલ બેમિસાલ' - ભારતીય ટેનિસનો 'આયર્ન મેન' થયો રિટાયર, રોહિન બોપન્નાએ કહ્યું અલવિદા Indian Iron Man Alvida rohan bopanna announces retirement from tennis after crashing out first round paris olympics 2024 men's doubles '22 સાલ બેમિસાલ' - ભારતીય ટેનિસનો 'આયર્ન મેન' થયો રિટાયર, રોહિન બોપન્નાએ કહ્યું અલવિદા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/30/c8777fcbfcf7ea5880a7280645e70eca172232002617377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rohan Bopanna Retirement: દિગ્ગજ ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. પેરિસ ઓલિમ્પિક 2024માં રોહન બોપન્ના અને એન શ્રીરામ બાલાજીની ટીમને પુરુષ ડબલ્સ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં 7-5, 6-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે રોહન બોપન્નાએ પુષ્ટિ કરી છે કે આ તેની કારકિર્દીની છેલ્લી મેચ હતી. બોપન્નાએ 22 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, પરંતુ હવે તેણે તેની ઐતિહાસિક કારકિર્દીનો અંત આણ્યો છે.
નિવૃત્તિનું નિવેદન આપતી વખતે તેણે કહ્યું, "આ મારી ટેનિસ કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ હતી. હું સમજું છું કે હું એક ખેલાડી તરીકે ક્યાં પહોંચ્યો છું. હું જ્યાં છું તે મારા માટે મોટી ઉપલબ્ધિ છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ભારતનું પ્રતિનિધિત્વ કરીશ. 20 થી વધુ વર્ષોથી ખૂબ જ ઉચ્ચ સ્તરે, અને આજે, 22 વર્ષ પછી, હું ઓલિમ્પિકમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું, મને આ ઐતિહાસિક કારકિર્દી પર ખૂબ ગર્વ છે.
2026 એશિયન ગેમ્સમાં નહીં રમે બોપન્ના
નિવૃત્તિની ઘોષણા થતાં જ રોહન બોપન્નાની 2026 એશિયન ગેમ્સમાં ભાગ લેવાની તકો અદૃશ્ય થઈ ગઈ છે. ધ્યાન રહે કે 2016 રિયો ઓલિમ્પિકમાં બોપન્ના અને સાનિયા મિર્ઝાની ટીમ મિક્સ્ડ ડબલ્સની સેમિ ફાઇનલમાં પહોંચ્યા બાદ પણ મેડલ જીતવાથી વંચિત રહી હતી. આ વખતે તેની પાસે શ્રીરામ બાલાજી સાથે ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું પૂરું કરવાની તક હતી, પરંતુ ગેલ મોનફિલ્સ અને રોજર વેસેલિનની ફ્રેન્ચ જોડીએ આવું થવા દીધું નહીં.
6 વારના ગ્રાન્ડ સ્લેમ ફાઇનાલિસ્ટ
રોહન બોપન્ના તેની ઐતિહાસિક ટેનિસ કારકિર્દીમાં 6 વખત ડબલ્સ સ્પર્ધામાં ગ્રાન્ડ સ્લેમ ફાઇનલિસ્ટ રહ્યો છે. આ સિવાય તેને બે વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બનવાનું ગૌરવ પણ છે. 2017 માં, બોપન્નાએ કેનેડાની ગેબ્રિએલા ડાબ્રોવસ્કી સાથે મિક્સ્ડ ડબલ્સમાં ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો હતો. 2024 માં, તેણે ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ એબ્ડોન સાથે મળીને ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)