Paris Olympics 2024 : ધ્રૂસકે ને ધ્રૂસકે રડી રેસલર નિશા દહિયા, ઇજાના કારણે સેમિફાઇનલમાં પહોંચવાનું સપનું તૂટ્યું
Paris Olympics 2024 : મેચ શરૂ થતાની સાથે જ નિશાએ 4 પોઈન્ટ મેળવ્યા હતા. નિશા શાનદાર ફોર્મમાં જોવા મળી રહી હતી
Paris Olympics 2024 : ભારતની નિશા દહિયાએ પેરિસ ઓલિમ્પિકમાં મહિલા કુસ્તીની 68 કિગ્રા વજન વર્ગમાં શાનદાર શરૂઆત કરી છે. નિશાએ પ્રથમ રાઉન્ડ ઓફ 16માં યુક્રેનની ટેટિયાના રિઝકોને હરાવી હતી પરંતુ આ પછી તેમને ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર કોરિયાની સોલ ગમ પાક સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સોલે 10-8 થી જીત મેળવી હતી. આ રીતે નિશાનું સેમિફાઈનલમાં પહોંચવાનું સપનું તૂટી ગયું હતું.
Result Update: Women's Wrestling 🤼♀ Freestyle 68 KG QF👇
— SAI Media (@Media_SAI) August 5, 2024
A painful exit for Nisha Dahiya at #ParisOlympics2024💔
The 25-year-old fought well but sustained an injury mid-game which saw her lose against North Korea’s Pak Sol Gum 8-10.
Tough luck, Nisha. You made all of us… pic.twitter.com/dUfyu1SMYo
મેચ શરૂ થતાની સાથે જ નિશાએ 4 પોઈન્ટ મેળવ્યા હતા. નિશા શાનદાર ફોર્મમાં જોવા મળી રહી હતી. બીજો રાઉન્ડ શરૂ થતાં જ નિશાએ વધુ 4 પોઈન્ટ મેળવ્યા. નિશાને કુલ 8 પોઈન્ટ મળ્યા હતા. તે સમયે તેની વિરોધી માત્ર 6 પોઈન્ટ જ બનાવી શકી હતી.
Heartbreak for Nisha as an injury derails her strong lead 💔
— JioCinema (@JioCinema) August 5, 2024
Keep watching the Olympics LIVE on #Sports18. Stream for FREE on #JioCinema! 👈#OlympicsOnJioCinema #OlympicsOnSports18 #JioCinemaSports #Cheer4Bharat #Paris2024 #Wrestling pic.twitter.com/OLYOT3w3Uy
પરંતુ ત્રીજા રાઉન્ડ દરમિયાન નિશા દહિયાને તેના જમણા હાથમાં સમસ્યા જોવા મળી હતી. તે રડી રહી હતી. ફિઝિયો દ્વારા તપાસ કરાવ્યા બાદ મેચમાં તેનું પ્રદર્શન ખરાબ થતું જોવા મળ્યુ હતું. કદાચ આ જ કારણ છે કે સ્પર્ધામાં આગળ હોવા છતાં તે બાદમાં પાછળ રહી ગઈ અને સેમિફાઈનલમાં પહોંચવામાં ચૂકી ગઈ હતી. જ્યારે 13 સેકન્ડ બાકી હતી ત્યારે બંને ખેલાડીઓ 8-8 થી બરાબરી પર હતા. પરંતુ આ 13 સેકન્ડમાં સોલ પાકે ગેમ બદલી નાખી અને 2 પોઈન્ટ મેળવ્યા હતા.
નિશા શરૂઆતમાં રાઉન્ડ ઓફ 16ની મેચમાં તેતિયાનાથી પાછળ રહી ગઈ હતી પરંતુ 4-4ની બરાબરી બાદ તેણે છેલ્લી થોડી સેકન્ડોમાં તેતિયાનને મેટમાંથી બહાર કાઢીને બે પોઈન્ટ મેળવીને જીત મેળવી હતી. મેચમાં હાર બાદ નિશા રડવા લાગી હતી. આ ઘટનાનો વીડિયો પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.